ધોનીના કેરિયર પર નાખો એક નજર, જાણો કયા ફોર્મેટમાં કેટલા રન બનાવ્યા
કેપ્ટન કૂલના નામથી જાણિતા મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે સાંજે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. મહેન્દ્ર સિંહ ધોની હિંદુસ્તાની ક્રિકેટ ટીમના કેટલાક સિલેક્ટેડ ખેલાડીઓમાંથી એક હતા.
Trending Photos
નવી દિલ્હી: કેપ્ટન કૂલના નામથી જાણિતા મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે સાંજે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. મહેન્દ્ર સિંહ ધોની હિંદુસ્તાની ક્રિકેટ ટીમના કેટલાક સિલેક્ટેડ ખેલાડીઓમાંથી એક હતા. તેમના મહત્વનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે ધોનીએ નિવૃતિની જાહેર કર્યાના થોડીવાર બાદ સુરેશ રૈનાએ પણ પોતાની નિવૃતિ જાહેર કરી દીધી છે.
તમને જણાવી દઇએ કે ધોનીએ ન જાણે કેટલા એવા રેકોર્ડ બનાવ્યા છે જેને કોઇપણ ખેલાડી માટે તોડવા એકદમ મુશ્કેલ હશે. તો આવો તેમના કેરિયર પર એક નજર નાખીએ.
મહેન્દ્ર સિંહ ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે, જેમાંથી તેમણે 6 સેન્ચુરી તથા એક ડબલ સેન્ચુરી અને 33 હાફ સેન્ચુરી બનાવી છે. આ ઉપરાંત ટેસ્ટ મેચના હાઇ સ્કોરની વાત કરીએ તો તેમણે 224 રન બનાવ્યા છે.
આ ઉપરાંત વનડે કેરિયરની વાત કરીએ તો તેમણે 350 વન ડે મેચ મી છે અને 10 સદી તથા 73 અડધી સદીની મદદથી 10773 રન બનાવ્યા છે. વનડે મેચમાં હાઇ સ્કોરની વાત કરીએ તો તેમણે 183 રન બનાવ્યા છે.
ટી-20ની વાત કરીએ તો ધોનીએ 98 ટી-20 મેચ રમ્યા છે. જેમાં તેમણે 1617 રન બનાવ્યા છે. ટી-20 કેરિયરમાં તેમણે ફક્ત 2 ફાફ સેન્ચુરી બનાવી છે. જેમાં તેમનો હાઇ સ્કોર 56 છે.
આઇપીએલમાં ધોનીએ 190 મેચ રમી છે અને 4432 રન બનાવ્યા છે. જેમાં તેમણે 23 હાફ સેન્ચુરી બનાવી છે. આઇપીએલમાં તેમનો હાઇ સ્કોર 84 રનનો રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે