AUS vs IND: એડિલેડમાં શરમજનક રેકોર્ડ, જાણો ટેસ્ટ, વનડે અને ટી20માં શું છે ભારતનો સૌથી ઓછો સ્કોર?


Indian Cricket Team Lowest Totals in Tests, ODIs and T20Is: વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ ઈતિહાસમાં પોતાના સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડના મેદાન પર ટીમ ઈન્ડિયાએ ક્રિકેટના સૌથી મહત્વના ફોર્મેટમાં શરમજનક પ્રદર્શન કર્યુ છે. 

AUS vs IND: એડિલેડમાં શરમજનક રેકોર્ડ, જાણો ટેસ્ટ, વનડે અને ટી20માં શું છે ભારતનો સૌથી ઓછો સ્કોર?

નવી દિલ્હીઃ દરેક ટીમ દરેક સમયે સારૂ પ્રદર્શન નથી કરતી શકતી. રમતની દુનિયામાં આ વાત હંમેશા બોલવામાં આવે છે. પરંતુ તમે જ્યારે એવું પ્રદર્શન કરો છો, જેવું ભારતીય ક્રિકેટ ટીમે એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં કર્યો તો સવાલ ઉઠે છે. ટેસ્ટ ક્રિકેટમાં માત્ર 36 રને ઈનિંગ સમાપ્ત થઈ જવી ઘણું બધુ કહી જાય છે. તે પણ ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અંજ્કિય રહાણે જેવા સુપરસ્ટાર બેટ્સમેનોની હાજરીમાં. ત્રણેય આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર રહેનારા ક્રિકેટર્સ છે. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડની પેસ જોડી સામે ન કોહલીનું ચાલ્યુ, ન રહાણેનું. 

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર શું છે?
36 રન, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં, 2020-21
વનડે ક્રિકેટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર શું છે?
54 રન, શ્રીલંકા વિરુદ્ધ શારજાહના મેદાન પર, 2000-01
ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર શું છે?
74 રરન, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્નમાં, 2008-09

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની શરૂઆતમાં તો ભારતીય બેટ્સમેનોનો ધબડકો થયો. 2020-21ના પ્રવાસની પ્રથમ ટેસ્ટ એડિલેડમાં રમાઇ. પ્રથમ ઈનિંગના આધાર પર 50થી વધુ રનની લીડ બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડની દમદાર બોલે કોઈને સંભાળવાનો સમય ન આપ્યો. માત્ર 39 રનની અંદર 9 વિકેટ પડી ગઈ અને નંબર 10નો બેટ્સમેન મોહમ્મદ શમી રિટાયર્ડ થઈ ગયો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું માત્ર બીજીવાર થયું જ્યારે ઈનિંગમાં કોઈ પણ બેટ્સમેન 10 રનના આંકડા સુધી પણ ન પહોંચી શક્યો. 

વનડે ક્રિકેટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર
કોકા-કોલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ હતી. સનથ જયસૂર્યાની વિસ્ફોટક 189 રનની મદદથી શ્રીલંકાએ ભારતની સામે 300 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. પછી ચમિંડા વાસની ફાસ્ટ બોલિંગે એવો કરિશ્મા કર્યો એક બાદ એક.... ભારતના દિગ્ગજ આઉટ થતા હતા. ન ચાલ્યો સચિન.... ગાંગુલી.... ટીમ માત્ર 26.3 ઓવરમાં 54 રન પર ઓલઆઉટ થઈ ગઈ. 

ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો ન્યૂનતમ સ્કોર
2008/2009ના પ્રવાસ પર એકમાત્ર ટી20 મેચ રમાઈ. નાથન બ્રેકનની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન બોલરોએ એમએસ ધોનીની ટીમનો ધબડકો કરી દીધો. એક બાદ એક વિકેટ પડતી રહી અને ટીમ 17.3 ઓવરમાં 74 રન પર આઉટ થઈ ગઈ. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 11.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news