આતંકી હુમલા બાદ સાંગાકારાની ભાવુક પોસ્ટ- સાથે મળીને શ્રીલંકાને મજબૂત બનાવવું છે

શ્રીલંકામાં રવિવારે થયેલા સીરિયલ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 350 લોકોના મોત થયા છે. 
 

 આતંકી હુમલા બાદ સાંગાકારાની ભાવુક પોસ્ટ- સાથે મળીને શ્રીલંકાને મજબૂત બનાવવું છે

નવી દિલ્હીઃ શ્રીલંકામાં રવિવારે થયેલા સીરીયલ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 350 લોકોના મોત થયા છે. આ શ્રીલંકામાં લિટ્ટેના ખાતમાં બાદ સૌથી મોટો આતંકી હુમલો છે. લોકો શોકમાં છે. આ તકે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટ કેપ્ટન કુમાર સાંગાકારાએ એક ભાવુક પોસ્ટ લખી છે. તેણે પોતાના દેશવાસિઓને એક સાથે રહેવાની અપીલ કરી અને કહ્યું કે, જો તે બધા એક રહેશે તો આ દુર્ઘટનામાંથી બહાર આવવામાં મદદ મળશે. જો લોકો વિભાજીત હશે તો તેમ કરવું મુશ્કેલ હશે. આ આતંકી હુમલામાં શ્રીલંકન ક્રિકેટર દાસુન શનાકાની માતા અને દાદી પણ ઈજાગ્રસ્ત થયા છે. 

41 વર્ષીય સાંગાકારાએ પોસ્ટમાં લખ્યું, હું આ કાયરતાના આ ધૃણાષ્પદ કૃત્યથી સ્વબ્ધ અને દુખી છું. મારૂ દિલ પીડિયો માટે પ્રાર્થના કરી રહ્યું છે. આ ઘટનામાં જે લોકોના જીવ ગયા છે, તેના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા ઈચ્છીશ. હું તે લોકોને ઝડપી અને પૂર્ણ રૂપથી સ્વસ્થ હોવાની કામના કરૂ છું, જે હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે. હું ઈશ્વરને તે પણ પ્રાર્થના પણ કરુ છું કે તે મેડિકલ અને સુરક્ષા સાથે જોડાયેલા તે લોકોને શક્તિ આપે, જે સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

શ્રીલંકાના કેપ્ટને તેની આગળ લખ્યું, હાલ જ્યારે આપણે તે સમજવા માટે સંઘર્ષ કરી રહ્યાં છીએ કે કોઈ વ્યક્તિ (હુમલાખોર) કેમ આટલો નીચે જઈ શકે છે, આ સમયે આપણે એકબીજાની સાથ આપતા શોક મનાવી રહ્યાં છીએ. આપણે શ્રીલંકાના રૂપમાં એક સાથે ઉભા રહીને એકબીજાને શક્તિ પ્રદાન કરે છે. ખભાથી ખભો અને દિલથી દિલ સુધી એક સાથે આપણે બધાએ એક થવાનું છે. 

કુમાર સાંગાકારાએ આગળ લખ્યું, ભલે હજુ આપણા દિલ ભાવનાઓથી ભરેલા છે. પરંતુ આ સમય પર તે પણ મહત્વપૂર્ણ છે કે આપણે આપણા મગજને તર્કસંગત અને વિવેકશીલ રાખીએ. કોઈપણ નિર્ણય કે નિષ્કર્ષ ઉતાવળમાં ન લઈએ. હજુ તે પ્રિયજનોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news