આ ખેલાડીને 7 મહિના બાદ મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક, ધમાકેદાર ઈનિંગથી વાપસીની આશા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પ્રથમ ટેસ્ટની શરૂઆત થવાની છે. આ મેચ માટે હજુ ભારતની પ્લેઈંગ ઈલેવન નક્કી નથી. પરંતુ વિરાટ કોહલી બહાર થતાં એક ખેલાડીનું ભાગ્ય ચમકી શકે છે. 

આ ખેલાડીને 7 મહિના બાદ મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક, ધમાકેદાર ઈનિંગથી વાપસીની આશા

હૈદરાબાદઃ India vs England Test Series : રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયારી કરી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે જે માર્ચ સુધી ચાલશે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સામેલ હોવાને કારણે તેનું મહત્વ વધી જાય છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના એક ખેલાડીને આશરે સાત મહિના બાદ પ્લેઈંગ ઈલેવનમાં વાપસીની આશા જાગી છે.

25 જાન્યુઆરીથી શરૂ થશે ટેસ્ટ સિરીઝ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થશે. તે માટે તૈયારીઓ ચાલી રહી છે. બંને ટીમો હૈદરાબાદમાં પ્રેક્ટિસ કરી રહી છે. આ વચ્ચે કેએસ ભરતની વાત કરવામાં આવે તો તેનો પ્લેઈંગ ઈલેવનનો દરવાજો ફરી ખુલી શકે છે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે કેએલ રાહુલ વિકેટકીપર બેટર તરીકે રમશે. પરંતુ હવે સમાચાર મળી રહ્યાં છે કે રાહુલ માત્ર બેટર તરીકે રમી શકે છે, તેવામાં ભરતને ટીમમાં તક મળી શકે છે.

ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ કરી શાનદાર બેટિંગ
આ સમયે ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ ભારતના પ્રવાસે છે. જ્યાં ઈન્ડિયા એ સામે અમદાવાદમાં ટક્કર થઈ હતી. આ પ્રથમ મેચમાં જ્યાં કેએસ ભરતે 69 બોલમાં 64 રન ફટકાર્યા તો, બીજી મેચમાં સદી ફટકારી હતી. બીજી મેચની પ્રથમ ઈનિંગમાં તે માત્ર 15 રન બનાવી શક્યો હતો, પરંતુ બીજી ઈનિંગમાં તેણે શાનદાર બેટિંગ કરતા 116 રન ફટકાર્યા હતા. તેવામાં ચર્ચા થઈ રહી છે કે ભરતને અંતિમ ઈલેવનમાં તક મળી શકે છે.

વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટ નહીં રમે
આ વચ્ચે વિરાટ કોહલી પણ પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જેણે પોતાનું નામ પરત લીધુ છે. એટલે કે ભારતીય ટીમને પ્લેઈંગ ઈલેવનમાં વધુ એક ખેલાડીની જરૂર પડશે. ભરતના ટેસ્ટ કરિયરની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધી 5 ટેસ્ટની 8 ઈનિંગમાં 129 રન બનાવ્યા છે. પરંતુ ભરત શાનદાર વિકેટકીપર છે. તેવામાં કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા ફરી તેના પર વિશ્વાસ દેખાડી શકે છે. જો ભરત પ્રથમ ટેસ્ટ રમશે તો આશરે સાત મહિના બાદ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news