ICC Test ranking: ટેસ્ટ મેચ રમ્યા વગર વિરાટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો, રહાણેની ટોપ-10માં એન્ટ્રી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મંગળવારે જાહેર થયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો, જ્યારે ચેતેશ્વર પૂજારા સાતમાં અને અંજ્કિય રહાણે દસમાં સ્થાને છે. 

ICC Test ranking: ટેસ્ટ મેચ રમ્યા વગર વિરાટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો, રહાણેની ટોપ-10માં એન્ટ્રી

દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મંગળવારે જાહેર થયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો, જ્યારે ચેતેશ્વર પૂજારા સાતમાં અને અંજ્કિય રહાણે દસમાં સ્થાને છે. કોહલી 886 રેટિંગ પોઈન્ટની સાથે ભારતીય બેટ્સમેનોમાં ટોપ પર છે પરંતુ તે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ (911 પોઈન્ટ)થી પાછળ છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ત્રીજા સ્થાને ખસી ગયો છે. 

ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો યુવા બેટ્સમેન માર્નસ લાબુશાને, પાકિસ્તાનનો બાબર આઝમ અને ઈજાગ્રસ્ત ડેવિડ વોર્નરનો નંબર આવે છે. પૂજારા 766 પોઈન્ટની સાથે સાતમાં સ્થાને છે. ત્યારબાદ બેન સ્ટોક્સ (760), જો રૂટ (738) અને ભારતીય ટેસ્ટ વાઇસ કેપ્ટન રહાણે (726) ટોપ-10મા સામેલ છે. 

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (779 પોઈન્ટ) અને અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (765) બોલરોના રેકિંગમાં ક્રમશઃ આઠમાં અને દસમાં સ્થાને છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ (904) ટોપ પર છે. ત્યારબાદ ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ અને ન્યૂઝીલેન્ડના નીલ વેગનરનો નંબર આવે છે. 

ભારતના બે ખેલાડી રવિન્દ્ર જાડેજા અને અશ્વિન ઓલરાઉન્ડરોની યાદીમાં ટોપ-10મા સામેલ છે. બેન સ્ટોક્સ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. જાડેજા 397 રેટિંગ પોઈન્ટ સાથે વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડર બાદ ત્રીજા સ્થાને છે, જ્યારે અશ્વિન 281 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ટીમોના આઈસીસી રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને છે, કારણ કે ન્યૂઝીલેન્ડે હાલમાં વિન્ડિઝને 2-0થી હરાવી બીજું સ્થાન હાસિલ કરી લીધું છે. 

ભારતના 114 પોઈન્ટ છે અને તે ન્યૂઝીલેન્ડ અને પ્રથમ સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયા કરતા બે પોઈન્ટ પાછળ છે. ઓસ્ટ્રેલિયા દશકની ગણતરી બાદ ન્યૂઝીલેન્ડ કરતા આગળ છે. ઈંગ્લેન્ડ ચોથા સ્થાને છે. ત્યારબાદ શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેનો નંબર આવે છે. ભારતની પાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં ગુરૂવારથી શરૂ થનારી ચાર મેચોની ટેસ્ટ સિરીઝ દ્વારા આગળ વધવાની તક હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news