IPL મેગા ઓક્શન માટે થઇ મોટી ભવિષ્યવાણી, આ ધાકડ પ્લેયર પર લાગશે 20 કરોડની બોલી

આઇપીએલ 2022 ના મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) ની તારીખોની જાહેરાત હાલ થઇ નથી. પરંતુ તમામ ફ્રેંચાઇઝી આગામી સીઝનની તૈયારીઓમાં લાગી ગઇ છે કારણ કે હવે ત તેમને 2 નવી ટીમોનો સામનો કરવો પડશે.

IPL મેગા ઓક્શન માટે થઇ મોટી ભવિષ્યવાણી, આ ધાકડ પ્લેયર પર લાગશે 20 કરોડની બોલી

નવી દિલ્હી: આઇપીએલ 2022 ના મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) ની તારીખોની જાહેરાત હાલ થઇ નથી. પરંતુ તમામ ફ્રેંચાઇઝી આગામી સીઝનની તૈયારીઓમાં લાગી ગઇ છે કારણ કે હવે ત તેમને 2 નવી ટીમોનો સામનો કરવો પડશે. ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટર આકાશ ચોપડાએ મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે એક બેટ્સમેનનું નામ જણાવ્યું છે જે 20 કરોડથી વધુમાં વેચાઇ શકે છે. 

નવેસરથી થશે IPL હરાજી
આઇપીએલ 2022 (IPL 2022) માટે નવેસરથી ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જોકે કેટલાક ક્રિકેટર્સ પહેલાં જ રિટર્ન કરવામાં આવશે. અમદાવાદ (Ahmedabad) અને લખનઉ (Lucknow) તરીકે ટૂર્નામેન્ટ સાથે નવી ટીમો જોડાઇ ચૂકી છે. આ બંને ફ્રેંચાઇઝીને કેટલાક પ્લેયર્સ પહેલાં જ ખરીદવાની છૂટ મળી શકે છે. 

આ ધાકડ બેટ્સમેન પર લાગશે મોટી બોલી
ભારતના પૂર્વ ક્રિકેટર અને જાણિતા કોમેંટેટર આકાશ ચોપડાએ આઇપીએલ મેગા ઓક્શનને લઇને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે ટ્વીટ કર્યું, 'જો કેએલ રાહુલ મેગા ઓક્શનમાં જાય છે અને જો ડ્રોફ્ટ સિસ્ટમમાં કોઇ ખેલાડીની સેલરી ફિક્સ થતી નથી, તો કેએલ રાહુલ સરળતાથી મેગા ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડી હશે. 20 કરોડ પ્લસ.'  

Ola EV ને ટક્કર આપવા આવી રહ્યું છે બેટરી વિનાનું સ્કૂટર, 2 ડિસેમ્બરે થશે લોન્ચ

એકદમ ધાકડ બેટ્સમેન છે આ ખેલાડી
ભારતના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ એકદમ ધાકડ બેટ્સમેન છે. જ્યારે રાહુલ પોતાની લયમાં હોય છે તો કોઇપણ બોલરના છોંતરા ઉઘાડી શકે છે તે તોફાની બેટીંગ કરે છે. રાહુલ શરૂઆતમાં ધીમી બેટીંગ કરે છે, પરંતુ ત્યારબાદ તે એકદમ બોલર્સ પર એટેક કરે છે. તેમની તાબડતોડ બેટીંગના લીધે તમામ બોલર તેમનાથી ખૌફમાં રહે છે. રાહુલ કેપ્ટનશિપની જવાબદારી પણ સંભાળી શકે છે. એટલા માટે આઇપીએલ મેગા ઓક્શનમાં બે નવી ફ્રેંચાઇઝી લખનઉ અને અમદાવાદ તેમના ખેમામાં સામેલ કરી શકે છે. 

પિતા હતા સફાઇકર્મી પછી કમાઇ અપાર સંપત્તિ, પુત્રએ કર્યું બોલીવુડ પર રાજ

— Aakash Chopra (@cricketaakash) November 19, 2021

આઇપીએલમાં કર્યું ધમાકેદાર પ્રદર્શન
આઇપીએલ  (IPL)  2021 માં કેએલ રાહુલના બેટ વડે જોરદાર આગ નિકળતી હતી. તેમણે 13 મેચોમાં 626 રન બનાવ્યા છે, જેમાં 6 ફાફ સેન્ચુરી સામેલ છે. આઇપીએલ 2021 માં પંજાબ કિંગ્સ તરફથી રમતાં તેમણે ખતરનાક અંદાજમાં બેટીંગ કરતાં પોતાની ટીમને ઘણી મેચો જીતાડી છે. રાહુલે આઇપીએલમાં કુલ 94 મેચો રમી છે. જેમાં 3273 રન બનાવ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો કેએલ રાહુલને પંજાબ કિંગ્સ આગામી વર્ષે ડ્રોપ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news