'જરૂર પડશે તો અમે ફરી કૃષિ કાયદો બનાવી લઈશું', રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાનું નિવેદન

રાજ્યપાલ કલરાજ મિશ્રાનું કહેવું છે કે જો જરૂર પડશે તો તેઓ ફરીથી આવો કાયદો બનાવી શકે છે. આ અંગે ખેડૂત સંગઠનોએ પણ આશંકા વ્યક્ત કરી છે. એટલા માટે તેઓ કહે છે કે જ્યાં સુધી સંસદમાંથી કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન પુરું કરવામાં આવશે નહીં. 

'જરૂર પડશે તો અમે ફરી કૃષિ કાયદો બનાવી લઈશું', રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાનું નિવેદન

નવી દિલ્હી: રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર (Kalraj Mishra) એ કૃષિ કાયદો (Farm Laws)ને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જો આગામી સમયમાં જરૂર પડશે તો ફરીથી કાયદો બનાવવામાં આવશે. કલરાજ મિશ્રાએ ભદોહીમાં મીડિયા સાથે વાતચીત કરતા આ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે.  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કાયદો પાછો ખેંચવાનું કારણ જણાવતા કહ્યું કે અમે ખેડૂતોને સમજાવી શક્યા નથી, તેથી અમે કાયદો પાછો ખેંચી રહ્યા છીએ.

પ્રધાનમંત્રી મોદીના આ નિર્ણય બાદ એક બાજુ જ્યાં ખેડૂતોના સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓ સરકારની ઈરાદા પર સવાલો ઉઠાવી રહી છે ,ત્યારે આ કાયદાને ફરીથી લાવવા માટે કેટલાક અવાજો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાનું કહેવું છે કે જો જરૂર પડશે તો તેઓ ફરીથી આવો કાયદો બનાવી શકે છે. આ અંગે ખેડૂત સંગઠનોએ પણ આશંકા વ્યક્ત કરી છે. એટલા માટે તેઓ કહે છે કે જ્યાં સુધી સંસદમાંથી કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન પુરું કરવામાં આવશે નહીં. 

ફરીથી બનાવાશે કાયદો: મિશ્ર
મીડિયા સાથે વાતચીત કરતા કલરાજ મિશ્રએ કાયદો પાછો ખેંચવાના નિર્ણયને પ્રશંસનીય કદમ ગણાવ્યું હતું. સાથે તેમણે એવું  પણ જણાવ્યું કે, કૃષિ કાયદો દેશના ખેડૂતોના હિતમાં હતો. સરકારે ખેડૂતોને સમજાવવાની સતત કોશિશ કરી, તેમ છતાં ખેડૂત આંદોલન ચાલું રહ્યા અને પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને કહ્યું કે કાયદો પાછો ખેંચો. અંતમાં આખરે સરકારને એવું લાગ્યું કે ખેડૂતોને સમજાવવામાં આપણે અસમર્થ રહ્યા છીએ, ત્યારે કાયદો પાછો ખેંચી લીધો હતો.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 'પછી જો આ અંગે કાયદો બનાવવાની જરૂર પડશે તો તેને ફરીથી બનાવવામાં આવશે. હાલમાં તે પાછો ખેંચી લેવામાં આવી રહ્યો છે.

સાક્ષી મહારાજે પણ કહ્યું હતું - પછી બિલ પાછા આવશે
કલરાજ મિશ્રા પહેલા ઉન્નાવના બીજેપી સાંસદ સાક્ષી મહારાજે (Sakshi Maharaj) પણ જણાવ્યું હતું કે બિલ બને છે, બગડે છે અને પછી પાછા આવે છે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ રાષ્ટ્ર અને બિલમાંથી રાષ્ટ્રને પસંદ કર્યું છે. જ્યારે, ફર્રુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂતે (Mukesh Rajpur) કાયદો પાછો ખેંચવાના પ્રધાનમંત્રી મોદીના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે આ નિર્ણય મજબૂરીમાં લીધો છે.

આ સત્રમાં કાયદો પરત ખેંચવા માટેનું બિલ આવી શકે છે
પીએમ મોદીએ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે, પરંતુ હવે તેને સંસદમાં પસાર કરાવવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે, જેમાં કૃષિ કાયદાને પરત ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી શકે છે. ત્યારબાદ આ મહિનાના અંતથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમાં કાયદો પાછો ખેંચવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news