IND vs BAN : ટીમ ઇન્ડીયાને મોટો આંચકો, કેપ્ટન કેએલ રાહુલનું બીજી ટેસ્ટમાં રમવું મુશ્કેલ!

IND vs BAN 2nd Test: ભારતના કાર્યવાહક કેપ્તન કેએલ રાહુલ પણ ઇજાગ્રસ્ત થયા છે. તેમને મીરપુરમાં પ્રેક્ટિસ દરમિયાન હાથમાં ઇજા પહોંચી છે. ગુરૂવારે 22 ડિસેમ્બરથી શરૂ થનાર સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં તેમનું રમવું શંકાસ્પદ ગણવામાં આવી રહ્યું છે. 
 

IND vs BAN : ટીમ ઇન્ડીયાને મોટો આંચકો, કેપ્ટન કેએલ રાહુલનું બીજી ટેસ્ટમાં રમવું મુશ્કેલ!

KL Rahul, India vs Bangladesh 2nd Test : ભારતીય ટીમ મેનેજમેન્ટના ખેલાડીઓ સતત ઇજાના કારણે પરેશાન છે. આ યાદીમાં હવે કેએલ રાહુલનું વધુ એક નામ જોડાઇ ગયું છે. રાહુલ હાલ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડીયાની કમાન સંભાળી રહ્યા છે. એવામાં તેમનું ઇજાગ્રસ્ત થવું ભારતીય ટીમ માટે મોટો આંચકો ગણવામાં આવે છે. ભારત આવતીકાલે એટલે કે 22 ડિસેમ્બરથી ઢાકા શેર-એ-બાંગ્લા ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ સીરીઝની બીજી અને અંતિમ મેચ રમશે.

પ્રેક્ટિસ દરમિયાન પહોંચી ઇજા
પેસર નવદીપ સૈની બાદ ભારતના કાર્યવાહક કેપ્ટન કેએલ રાહુલ પણ ઇજાગ્રસ્ત થયા છે. તેમને પ્રેક્ટિસ દરમિયાન ઇજા પહોંચી છે. હવે ગુરૂવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં તેમનું રમવું શંકાસ્પદ ગણવામાં આવી રહ્યું છે. ટીમ ઇન્ડીયાના બેટીંગ કોચ વિક્રમ રાઠોડે આ જાણકારી આપી છે. તેમણે જોકે આશા વ્યક્ત કરી છે કે રાહુલ મેચ પહેલાં સંપૂર્ણ રીતે ઠીક થઇ જશે. 

શું બોલ્યા કોચ રાઠોડ? 
બેટીંગ કોચ વિક્રમ રાઠોડે બુધવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે 'રાહુલની ઇજા ગંભીર લાગી રહી નથી. તે સાજા લાગી રહ્યા છે. આશા છે કે તે સાજા થઇ જશે. ડોક્ટર તેમની દેખરેખ કરી રહ્યા છે. પરંતુ આશા છે કે તે મેચ પહેલાં સાજા થઇ જશે. રાહુલે વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં પણ ટીમ ઇન્ડીયાની કેપ્શનશિપ સંભાળી અને જીત અપાવી. પછી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં પણ તેમણે પોતાના નેતૃત્વમાં ટીમને 188 રનથી વિજયી બનાવ્યા. 

આ દિગ્ગજને મળી શકે છે કેપ્ટનશિપ
જો રાહુલ અનફિટ હોવાથી મીરપુર ટેસ્ટનો ભાગ બનવાનું ચૂકી જાય છે તો અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા મીરપુર ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાની કેપ્ટનશિપ સંભાળતા જોવા મળશે. પુજારા હાલની સીરીઝમાં ટીમના વાઇસ કેપ્ટનની જવાબદારી પણ ભજવી રહ્યા છે. રાહુલના બહાર થતાં અભિમન્યું ઇશ્વરને ટેસ્ટ ડેબ્યૂની તક મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news