કગિસો રબાડા પર ICCએ લગાવ્યો પ્રતિબંધ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ ગુમાવશે

સાઉથ આફ્રિકાની ટીમના વિસ્ફોટક બેટ્સમેન કગિસો રબાડા ચોથીવાર ICC Code of Conductને તોડવાનો દોષી સાબિત થયો છે. આ સાથે તેના ખાતામાં આઈસીસીએ એક ડેમેરિટ પોઈન્ટ જોડી દીધો છે, જ્યારે 15 ટકા મેચ ફી પણ કાપી લેવાની જાહેરાત કરી છે.

કગિસો રબાડા પર ICCએ લગાવ્યો પ્રતિબંધ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ ગુમાવશે

નવી દિલ્હીઃ Kagiso Rabada Banned: યજમાન દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ (SA vs ENG) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ રમાઈ રહી છે. બંન્ને દેશો વચ્ચે આ સમયે ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ વચ્ચે યજમાન ટીમ દક્ષિણ આફ્રિકાને ફાસ્ટ બોલર કગિસો રબાડાના રૂપમાં એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, પ્રોટિયાઝ ટીમના ફાસ્ટ બોલર કગિસો રબાડા પર આઈસીસીએ એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ લગાવ્યો છે, કારણ કે તેણએ આઈસીસીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. 

સાઉથ આફ્રિકાની ટીમના વિસ્ફોટક બેટ્સમેન કગિસો રબાડા ચોથીવાર ICC Code of Conductને તોડવાનો દોષી સાબિત થયો છે. આ સાથે તેના ખાતામાં આઈસીસીએ એક ડેમેરિટ પોઈન્ટ જોડી દીધો છે, જ્યારે 15 ટકા મેચ ફી પણ કાપી લેવાની જાહેરાત કરી છે. આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રબાડાએ આઈસીસીની આચાર સંહિતાના લેવલ 1નો ભંગ કર્યો હતો. 

— ICC (@ICC) January 17, 2020

રૂટ વિરુદ્ધ કર્યો હતો ઇશારો
ફાસ્ટ બોલર કગિસો રબાડાએ આઈસીસીની આચાર સંહિતાના Article 2.5 ને તોડ્યો છે. કોઈપણ બોલર આ નિયમને તોડે છે જ્યારે તે કોઈ બેટ્સમેનને આઉટ કર્યાં બાદ તેની વિરુદ્ધ અભદ્ર ભાષા, એક્શન અને જેસ્ચર તેવું કરે જે ખુબ ઉગ્ર હોય. રબાડા પર આ આરોપ ત્યારે લાગ્યો જ્યારે તેણે જો રૂટને બોલ્ડ કરીને અલગ વર્તન કર્યું હતું. 

મેચના પ્રથમ દિવસ બાદ રબાડાએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને આઈસીસીની એલિટ પેનલના મેચ રેફરી Andy Pycroft દ્વારા આપવામાં આવેલી સજાનો પણ સ્વીકાર કર્યો છે. તેવામાં આ મામલે હવે આાગામી સુનાવણીની જરૂર નથી. સૌથી ચોંકવનારી વાત છે કે 24 મહિનામાં કગિસો રબાડાના ખાતામાં 4 ડેમિરેટ પોઈન્ટ જોડાઈ ગયા છે. તેવામાં તેના પર એક ટેસ્ટ મેચ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

આ પહેલા ફેબ્રુઆરી 2018માં તેણે ભારતીય બેટ્સમેન શિખર ધવન વિરુદ્ધ આઈસીસીની આચાર સંહિતાનો ભંગ કર્યો હતો, જ્યારે માર્ચ 2018માં સ્ટીવ સ્મિથ વિરુદ્ધ આ નિયમ તોડ્યો હતો. તેજ મેચમાં ડેવિડ વોર્નર વિરુદ્ધ પણ તેણે  ICC Code of Conductના લેવલ-1નો ભંગ કર્યો હતો. તો રૂટ વિરુદ્ધ કરવામાં આવેલો તેનો ઇશારો ચોથઓ ડેમેરિટ પોઈન્ટ હતો, જેથી તેને સજા મળી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news