કબડ્ડી માસ્ટર્સ દુબઈઃ આજે પ્રથમ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર

કબડ્ડી માસ્ટર્સ દુબઈ 2018માં કુલ 6 ટીમ ભાગ લઈ રહી છે. ભારત પાકિસ્તાન સાથે ગ્રુપ-એમાં છે. 

કબડ્ડી માસ્ટર્સ દુબઈઃ આજે પ્રથમ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર

દુબઈઃ શુક્રવાર (22 જૂન)થી કબડ્ડી માસ્ટર્સ દુબઈ 2018નો પ્રારંભ થવાનો છે. છ દેશના કબડ્ડી માસ્ટર્સમાં ભારતના ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ મુખ્ય અતિથિ હશે. એક અધિકારીએ જણાવ્યું કે, કર્નલ રાઠોડ આ ટૂર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે જવાના છે.  પ્રથમ મેચમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન આમને-સામને હશે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. આ ગ્રુપમાં કેન્યા પણ છે. જ્યારે ગ્રુપ-બીમાં રિપબ્લિક ઓફ કોરિયા, આર્જેન્ટીના અને ઈરાન છે. ભારત અને કેન્યા વચ્ચે શનિવારે મેચ રમાશે. દરેક ગ્રુપની ત્રણેય ટીમ પોતાના ગ્રુપની અન્ય ટીમ સાથે બે-બે મેચ રમશે. તેમાંથી ટોંચની બે ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલ મેચ 29 જૂન અને ફાઇનલ 30 જૂને રમાશે. આ તમામ મેચ અલ વલ્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. 

ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. તમામ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે. આ સિવાય હોટ સ્ટાર અને જીયો ટીવી પર પણ લાઇવ મેચ જોઈ શકાશે. 

Full schedule
જૂન 22, 2018
ભારત-પાકિસ્તાન, રાત્રે 8 કલાકે

ઈરાન-સાઉથ કોરિયા - રાત્રે 9 કલાકે

જૂન 23, 2018
ઈરાન-આર્જેન્ટીના - રાત્રે 8 કલાકે
ભારત-કેન્યા - રાત્રે 9 કલાકે

જૂન 24, 2018
સાઉથ કોરિયા-આર્જેન્ટીના - રાત્રે 8 કલાકે

પાકિસ્તાન-કેન્યા - રાત્રે 9 કલાકે

જૂન 25, 2018
ઈરાન-સાઉથ કોરિયા - રાત્રે 8 કલાકે

ઈન્ડિયા-પાકિસ્તાન - રાત્રે 9 કલાકે

જૂન 26, 2018
ઈરાન-આર્જેન્ટીના - રાત્રે 8 કલાકે

ઈન્ડિયા-કેન્યા - રાત્રે 9 કલાકે

જૂન 27,2018
સાઉથ કોરિયા-આર્જેન્ટીના - રાત્રે 8 કલાકે

પાકિસ્તાન-કેન્યા- રાત્રે 9 કલાકે 

જૂન 29, 2018 - સેમિફાઇનલ

સેમિફાઇનલ-1  A1 vs B2 - રાત્રે 8 કલાકે
સેમિફાઇનલ-2 B1 vs A2 – રાત્રે 9 કલાકે

30 જૂન, 2018 ફાઇનલ
સેમિફાઇનલ 1 અને 2ના વિજેતા - રાત્રે 8 કલાકે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news