આ ખેલાડીએ તોડી નાંખ્યો સચિન તેંડુલકરનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root Test Runs: જો રૂટે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં માત્ર 23 રન બનાવતાં જ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડે પહેલી મેચ 8 વિકેટથી જીતી હતી.
Trending Photos
Joe Root Most Test Runs in Fourth Innings Sachin Tendulkar: ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી કારમી હાર આપી છે. ક્રાઈસ્ટર્ચમાં રમાયેલી આ મેચમાં જો રૂટે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રૂટ હવે ચૌથી ઈનિંગમાં દુનિયામાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. કીવી ટીમ વિરુદ્ધ મેચ પહેલા જો રૂટે 48 વાર ચોથી ઈનિંગમાં બેટિંગ કરી હતી, જેમાં તેમના નામે 1,607 રન હતા. રૂટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચની ચોથી ઈનિંગમાં 23 રન બનાવતા જ સચિન તેંદુલકરને પાછળ છોડી દીધો છે.
અત્યાર સુધી આ રેકોર્ડ ભારતના દિગ્ગજ બેટર સચિન તેંદુલકરના નામે હતો, જેણે પોતાના 24 વર્ષના કાર્યકાળમાં ચોથી ઈનિંગમાં રમતા 60 વાર બેટિંગ કરીને 1625 રન બનાવ્યા હતા. હવે જો રૂટે 49 વખત ચોથી ઈનિંગમાં બેટિંગ કરીને 1630 રન બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે રૂટ અને તેંદુલકર સિવાય ગ્રીમ સ્મિથ અને એલિસ્ટર કુક એવા 2 અન્ય બેટર છે, જેમણે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ચોથી ઈનિંગમાં 1600થી વધુ રન બનાવ્યા હતા. આ રેકોર્ડ એટલા માટે પણ ઐતિહાસિક અને યાદગાર છે કારણ કે રૂટે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે તેંદુલકર કરતા 11 ઈનિંગ ઓછી રમી છે.
Most runs in the 4th innings in Tests
Joe Root - 1630*
Sachin Tendulkar - 1625
— Cricketopia (@CricketopiaCom) December 1, 2024
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા રન
જો રૂટ આ વર્ષ ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં એલિસ્ટર કુકથી આગળ નીકળી ગયા હતા. કુકે પોતાની 161 ટેસ્ટ મેચોમાં કરિયરમાં 12,472 રન બનાવ્યા હતા. બીજી બાજુ જો રૂટ આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે, જેમના હાલ 12,777 રન છે. સૌથી વધુ રન બનાવવાના મામલામાં તેમના ઉપર હવે માત્ર સચિન તેંદુલકર, રિકી પોન્ટિંગ, જેક્સ કાલિસ અને રાહુલ દ્રવિડ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન સચિન તેંદુલકરે બનાવ્યા, જેમણે 200 ટેસ્ટ મેચોમાં 15,921 રન બનાવ્યા હતા.
જો રૂટે છેલ્લા એક વર્ષથી માત્ર ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપ્યું છે કારણ કે છેલ્લી વાર તેમણે 2023 વર્લ્ડ કપ દરમિયાન વનડે મેચ રમતો જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ 2019 બાદ તેમણે ઈંગ્લેન્ડ માટે કોઈ ટી20 મેચ રમી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે