મરે-બેથનીએ સતત બીજીવાર જીત્યું યૂએપ ઓપનનું મિક્સ્ડ ડબલ્સનું ટાઇટલ
બ્રિટનના જેમી મરે અને અમેરિકાની બેથની મેટેક-સેન્ડ્સની જોડીએ અહીં ચાલી રહેલી વર્ષની ચોથી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ અમેરિકા ઓપનમાં મિક્સ ડબલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.
Trending Photos
ન્યૂયોર્કઃ બ્રિટનના જેમી મરે અને અમેરિકાની બેથની મેટેક-સેન્ડ્સની જોડીએ અહીં ચાલી રહેલી વર્ષની ચોથી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ અમેરિકા ઓપનમાં મિક્સ ડબલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. મરે-બેથનીએ ફાઇનલમાં મુકાબલામાં ટોપ સીડ હાઓ-વિંચ અને માઇકલ વીનસની જોડીને 6-2, 6-3થી પરાજય આપ્યો હતો.
33 વર્ષીય મરે ઓપન એરામાં સતત ત્રણ મિક્સ ડબલ્સનું ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી પણ બની ગયો છે. આ તેના કરિયરનું સાતમું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. મરે-બેથનની જોડી મુકાબલાની શરૂઆતથી સહજ જોવા મળ્યા અને તેને નેટ તથા બેસ લાઇનથઈ પોઈન્ટ મેળવવામાં વધુ મુશ્કેલી ન થઈ.
બીજા સેટમાં હાઓ-ચિંગ અને વીનસની જોડીએ વાપસી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોતાની હાર ન ટાળી શક્યા. મરેએ 2017મા સ્વિટ્ઝર્લેન્ડની મહાન ખેલાડી માર્ટિના હિંગિસની સાથે પણ યૂએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે