જેટલીની પ્રતિમાનો વિરોધ, બેદીએ DDCA છોડ્યું, સ્ટેન્ડમાંથી પોતાનું નામ હટાવવાનું કહ્યું

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીએ દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ  (DDCA)નું સભ્યપદ છોડવાનો નિર્ણય કર્યો છે. સાથે તેમણે ડીડીસીએને કહ્યું કે, તે ફિરોઝશાહ કોટલાના સ્ટેન્ડ પરથઈ તેમનું નામ હટાવી દે. 
 

જેટલીની પ્રતિમાનો વિરોધ, બેદીએ DDCA છોડ્યું, સ્ટેન્ડમાંથી પોતાનું નામ હટાવવાનું કહ્યું

નવી દિલ્હીઃ ફિરોઝશાહ કોટલા મેદાન પર ડીડીસીએના દિવંગત અધ્યક્ષ અરૂણ જેટલીની પ્રતિમા લગાવવાના નિર્ણયથી નારાજ સ્પિનર બિશન સિંહ બેદીએ ક્રિકેટ સંઘને તેમનું નામ દર્શક સ્ટેન્ડમાંથી હટાવવા માટે કહ્યું છે. તેમના નામ પર સ્ટેન્ડ 2017મા બનાવવામાં આવ્યું હતું. એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં બેદીએ કહ્યુ કે, મારા દિલે જે કહ્યુ, તે મેં કરી દીધુ. એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક નેતાની પ્રતિમા શોભા આપતી નથી. આ વાત મારા મગજમાં ઉતરી રહી નથી. હું તેમને પ્રતિમા લગાવવાથી રોકી રહ્યો નથી. મારૂ કહેવુ છે કે મારૂ નામ બસ ત્યાંથી હટાવી દેજો. 

હવે મારૂ ધૈર્ય તૂટી રહ્યું છે
દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ) પર પ્રહાર કરતા બેદીએ ભાઈ ભત્રીજાવાદ અને ક્રિકેટરોથી ઉપર પ્રશાસકોને રાખવાનો આરોપ લગાવતા સંઘનું સભ્યપદ છોડી દીધુ છે. તેમણે ડીડીસીએના બાલના અધ્યક્ષ અને અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલીને લખેલા પત્રમા કહ્યુ, 'હું ખુબ સહનશીલ વ્યક્તિ છું પરંતુ હવે મારુ ધૈર્ય તૂટી રહ્યું છે. ડીડીસીએએ મારા ધૈર્યની પરીક્ષા લીધી છે અને મને આ કઠોર પગલુ ભરવા માટે મજબૂર કર્યો છે.' બેદીએ કહ્યુ, 'તો અધ્યક્ષ મહોદય હું તમને મારૂ નામ તે સ્ટેન્ડમાંથી હટાવવાની વિનંતી કરી રહ્યો છું જે મારા નામ પર છે અને તે તત્કાલ પ્રભાવથી કરવામાં આવે. હું ડીડીસીએનું સભ્ય પદ છોડી રહ્યો છું.'

કોટલામાં લાગવાની છે જેટલીની મૂર્તિ
જેટલી 1999થી 2013 વચ્ચે 14 વર્ષ સુધી ડીડીસીએના અધ્યક્ષ રહ્યા હતા. ક્રિકેટ સંઘ તેમની યાદમાં કોટલા પર છ ફુટની પ્રતિમા લગાવવાનું વિચારી રહ્યું છે. ડીડીસીએએ 2017માં મોહિન્દર અમરનાથ અને બેદીના નામ પર સ્ટેન્ડનું નામકરણ કર્યું હતું. બેદીએ કહ્યું, મેં ખુબ સમજી વિચારીને નિર્ણય લીધો છે. હું સન્માનનું અપમાન કરનારામાં નથી. પરંતુ મને ખ્યાલ છે કે સન્માનની સાથે જવાબદારી આપી છે. હું તે નક્કી કરવા માટે સન્માન પરત કરી રહ્યો છું કે જે મૂલ્યોની સાથે હું ક્રિકેટ રમ્યો છું, તે મારા સંસ્યાસ લેવાના ચાર દાયકા બાદ પણ તેમ જ છે. 

તેમણે કહ્યું કે, તે ક્યારેય જેટલીની કાર્યશૈલીના પ્રશંસક રહ્યા નથી અને હંમેશા તે નિર્ણયનો વિરોધ કર્યો જે તેમને યોગ્ય લાગ્યા નથી. તેમણે કહ્યું, 'ડીડીસીએનું કામકાજ ચલાવવા માટે જે પ્રકારના લોકો તે પસંદ કરતા હતા, તેને લઈને મારો વિરોધ બધા જાણે છે. હું એકવાર તેમના ઘર પર થયેલી બેઠકથી બહાર નિકળી ગયો કારણ કે તે ખરાબ વર્તન કરી રહેલા એક વ્યક્તિને બહારનો રસ્તો ન દેખાડી શક્યા.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news