દુનિયાની સૌથી ખતરનાક જગ્યાઓ, જેના નામ સાંભળીને પણ લાગશે ડર
આ દુનિયા જેટલી ખૂબસૂરત છે, તેટલી જ ખતરનાક પણ છે. મોટાભાગે લોકો સુરક્ષિત જગ્યા પર રહેવાનું પસંદ કરતાં હોય છે, પરંતુ દુનિયામાં કેટલીક એવી પણ જગ્યા છે, જ્યાં જવું ખતરાથી ખાલી નથી. આજે એવી જગ્યાની વાત કરીશું કે જ્યાં જવુંએ તમારા જીવને જોખમમાં મુકવા જેવું છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં એવી જગ્યાઓ આવેલી છે જ્યાં જતાં લોકોને ડર લાગે છે. એટલું જ નહીં કેટલાંક સ્થળો તો એવા છેકે, તેનું નામ સાંભળાતાની સાથે જ કંપારી છુટી જાય છે. આવા જ કેટલાંક ખતરનાક સ્થળો જુઓ આ આર્ટીકલમાં.
ખૂની પોખર
આ છે જાપાનનો ખૂની પોખર, આ પોખરમાં તળવા પર પાબંદી છે. કેમકે તેનું તાપમાન 194 ડિગ્રી ફેરનહિટ એટલે કે 90 ડિગ્રી સેલ્સિયસ રહે છે. જોકે આ પોખરમાં લોખંડ અને મીઠાની માત્રા વધુ હોય છે અને તેનું પાણી લોહી જેવું લાલ હોય છે. તેને જોઈને એવું લાગે કે આ નર્કનો દરવાજો હોય.
રામ્રી દ્વિપ
મ્યાનમારની પાસે સ્થિત છે આ રામ્રી દ્વિપ, જ્યાં ખારા પાણીના સરોવર છે અને તે મગરોથી ભરેલા છે. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સેનાના 1000 જવાન બ્રિટિશ સૈનિકોથી બચવા માટે આ દ્વિપ પર પહોંચી ગયા હતા, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો આઈલેન્ડ પર રહેનારા મગરોનો શિકાર બની ગયા હતા. ખાલી 20 સૈનિક જ જીવતા પાછા ફર્યા હતા.
રોયલ પાથ
દુનિયાની ખતરનાક જગ્યામાં એક સ્પેનની રોયલ પાથ છે. આ અલોરા નામના એક ગામ પાસે જોર્જ એલ ચોરોની પાસે બનેલો છે. આ ખતરનાક રસ્તો 300થી 900 ફૂટની ઉંચાઈ પર છે. તેની લંબાઈ 1.8 મીટર અને પહોળાઈ માત્ર 3 ફિટ છે. તેને સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. પરંતુ રોમાંચના શોખિન પર્યટક અહીં આવે છે. આ જગ્યા પરથી પડીને મરવાના ઘણા સમાચાર આવે છે.
સ્નેક આઈલેન્ડ
બ્રાઝિલમાં પણ એક ખતરનાક જગ્યા છે, જેમાં સ્નેક આઈલેન્ડ એટલે કે સાપનું ઘર કહેવામાં આવે છે. આ આઈલેન્ડ સાપોથી ભરાયેલો છે. અહીં દુનિયાના ખતરનાક સાંપ જોવા મળે છે. બ્રાઝિલની નેવીએ અહીં લોકોના આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ઈઝૂ આઈલેન્ડ
ઈઝૂ આઈલેન્ડ જાપાનનો મિયાકેજીમા ઈઝૂ આઈલેન્ડ એટલો ખતરનાક છે કે અહીં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. આ આઈલેન્ડ પર જીવિત રહેવા માટે લોકોને હંમેશાં ગેસ માસ્ક લગાવીને ફરવું પડે છે કેમ કે અહીંના વાતાવરણમાં ઝેરિલા ગેસની માત્ર સામાન્યથી વધારે વધી ગઈ છે. અહીં ઓયામા જ્વાળામુખી હંમેશાં ફૂટતો રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે