હેપ્પી બર્થડે કાલિસઃ બોલ અને બેટથી ધમાલ મચાવનાર સાઉથ આફ્રિકાનો મહાન ખેલાડી

2003/2004માં તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રેણીમાં એકવાર સાબિત કર્યું કે કેમ તેની તુલના સર ગારફીલ્ડ સોબર્સ સાથે કરવામાં આવે છે.

 હેપ્પી બર્થડે કાલિસઃ બોલ અને બેટથી ધમાલ મચાવનાર સાઉથ આફ્રિકાનો મહાન ખેલાડી

નવી દિલ્હીઃ વર્ષ 1997/98, સાઉથ આફ્રિકાનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ. મેલબોર્નનું મેદાન. સાઉથ આફ્રિકાની ટીમ સંકટમાં હતી. તેવામાં એક ખેલાડી 101 રનની મેચ બચાવ ઈનિંગ રમે છે અને મહેમાન ટીમને હારથી બચાવી લે છે. આ ઈનિંગની સાથે ઉદય થાય છે વિશ્વના સર્વકાલિન મહાન ઓલરાઉન્ડરમાંથી એક જેક કાલિસનો. આજે આ મહાન સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડરનો જન્મદિવસ છે. 

કાલિસના કેરિયરમાં ઘણી સિદ્ધિઓ રહી પરંતુ તેની શરૂઆત સારી ન રહી. તેણે પોતાના પગ જમાવવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. 2003/2004માં તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રેણીમાં એકવાર સાબિત કર્યું કે કેમ તેની તુલના સર ગારફીલ્ડ સોબર્સ સાથે કરવામાં આવે છે. ચાર મેચોની શ્રેણીમાં તેણે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વનડે અને ટેસ્ટ શ્રેણીમાં તેણે કુલ 6 સદી ફટકારી. કેટલાક લોકો કહે છે કે તેની પાસે ઇમરાન ખાન અને ઇયાન બોથમ જેવી ફ્લેવર ન હતી પરંતુ તેમ છતા કાલિસ કોઈપણ ટીમનો ભાગ બની શકે છે. 

2005માં કાલિસની પ્રતિભાને સન્માન મળ્યું. ઓક્ટોબરમાં તેને આઈસીસી પ્લેયર ઓફ ધ યરના ટાઇટલથી સન્માનિત કરવામાં આવ્યો. 2007ના ક્રિકેટ વિશ્વકપમાં તે સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. 

તેજ વર્ષે સાઉથ આફ્રિકામાં રમાયેલા પ્રથમ વર્લ્ડ ટી20 માટે તેને યજમાન ટીમમાં સામેલ ન કરવામાં આવ્યો. પરંતુ 2008માં તે ફરી સાઉથ આફ્રિકા ટીમનો ભાગ બન્યો અને વનડે અને પછી ટેસ્ટમાં 10 હજાર આંતરરાષ્ટ્રીય રનનો આંકડો પાર કર્યો. કાલિસે આ બંન્ને સિદ્ધિ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેળવી હતી. 

2010-2011ની સીઝન કાલિસ માટે શાનદાર રહી. તેણે 9 ટેસ્ટ ઈનિંગમાં 821 રન બનાવ્યા જેમાં એક અર્ધસદી અને પાંચ સદી સામેલ હતી. આ વચ્ચે તેણે પોતાની પ્રથમ બેવડી સદી પણ ફટકારી હતી. 

ટેસ્ટ ક્રિકેટ તે સમય દરમિયાન તેની બેટિંગ એવરેજ 57.4 રહી. 2013માં ભારત વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં વિજયી સદી ફટકાર્યા બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે સચિન અને પોન્ટિંગ બાદ ત્રીજા સ્થાને આવે છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 292 વિકેટ પણ ઝડપી હતી. 

કાલિસના કેરિયર પર એક નજર 

      મેચ      રન       એવરેજ    સદી     વિકેટ
ટેસ્ટ  166      13289    55.37     45       292
વનડે 328      11579    44.36     17       273 
ટી-20 25        666       35.05     00      12     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news