શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલ્સઃ મનુ અને ઇલાવેનિલે જીત્યો ગોલ્ડ મેડલ
મનુએ જૂનિયર વર્લ્ડ રેકોર્ડની સાથે મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો જ્યારે ઇલાવેનિલે મહિલા 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ કબજે કર્યો હતો.
Trending Photos
પુતિયાન (ચીન): સ્ટાર શૂટર મનુ ભાકર (manu bhaker) અને ઇલાવેનિલ વલારિવાને (elavenil valarivan) આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઇનલ્સમાં (issf shooting world cup finals) પોત-પોતાની સ્પર્ધાઓમાં ગોલ્ડ જીત્યો (wins gold)અને ભારતીય શૂટરો માટે આ દિવસને યાદગાર બનાવી દીધો હતો. મનુએ જૂનિયર વર્લ્ડ રેકોર્ડની સાથે મહિલા 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ પોતાના નામે કર્યો જ્યારે ઇલાવેનિલે મહિલા 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ હાસિલ કર્યો હતો.
17 વર્ષની મનુએ 244.7નો સ્કોર કર્યો અને જૂનિયર વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. આ આઈએસએસએફની આ સિઝનની અંતિમ ટૂર્નામેન્ટ છે. મનુની ઇવેન્ટની ફાઇનલમાં જ યશસ્વિની સિંહ દેસવાલ છઠ્ઠા નંબર પર રહી હતી. સર્બિયાની જોરાના અરૂનોવિચે 241.9ના સ્કોરની સાથે સિલ્વર અને ચીનની ક્વિયાન વાંગે 221.8ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
ઇલાવેનિલે 250.8ના સ્કોરની સાથે તાઇવાનની લિન યિંગ શિનને પછાડતા ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.સિલ્વર મેડલ હાસિલ કરનારી લિને 250.8નો સ્કોર કર્યો જ્યારે રોમાનિયાની લોરા-જોર્જેટા કોમાને 229ના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેહુલી ઘોષે પણ આ ઇવેન્ટ માટે ક્વોલિફાઇ કર્યું હતું, પરંતુ તે 163.8ના સ્કોરની સાથે છઠ્ઠા સ્થાને રહી હતી.
પુરૂષોના 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં અભિષેક વર્મા અને સૌરભ ચૌધરીએ ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું પરંતુ બંન્ને મેડલ જીતવામાં સફળ થયા નથી. વર્મા ક્વોલિફિકેશનમાં 588ના સ્કોરની સાથે ટોપ પર રહ્યો પરંતુ ફાઇનલમાં 179.4ના સ્કોરની સાથે પાંચમાં સ્થાને રહ્યો હતો. ચૌધરી ક્વોલિફિકેશનમાં સાતમાં સ્થાન પર રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે