IPL Points Table 2021: ચાર મેચ બાદ દિલ્હી ટોપ પર, ચેન્નઈ સૌથી છેલ્લે, જાણો અન્ય ટીમોની સ્થિતિૉ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમાઈ છે. એટલે કે બધી ટીમોએ પોતાની એક-એક મેચ રમી લીધી છે. આવો અત્યાર સુધી રમાયેલી મેચો બાદ પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ. 

IPL Points Table 2021: ચાર મેચ બાદ દિલ્હી ટોપ પર, ચેન્નઈ સૌથી છેલ્લે, જાણો અન્ય ટીમોની સ્થિતિૉ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL 2021) ની 14મી સીઝનમાં સોમવાર સુધી ચાર મેચ રમાઈ ચુકી છે. એટલે કે બધી ટીમોએ એક-એક મેચ રમી લીધી છે. સોમવારે પંજાબ કિંગ્સ PBKS) અને રાજસ્થાન રોયલ્સ  (RR) વચ્ચે આઈપીએલની આ સીઝનની ચોથી મેચ રમાઈ હતી. પંજાબે આ મેચ ચાર રને જીતી હતી. ચાર મેચ બાદ પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો દિલ્હી કેપિટલ્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પાસે બે-બે પોઈન્ટ છે, પરંતુ નેટ રનરેટના આધારે દિલ્હી પ્રથમ સ્થાને છે. તો એમએસ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) છેલ્લા સ્થાને છે. 

ચેન્નઈની નેટ રનરેટ સૌથી ખરાબ
ઇયોન મોર્ગનની આગેવાની વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ની ટીમ બીજા સ્થાને છે. આજે એટલે કે મંગળવારે કોલકત્તાની ટક્કર મુંબઈ સામે થવાની છે. જો કેકેઆર આજે જીતશે તો તે ટેબલમાં નંબર વન બની જશે. રાજસ્થાનને હરાવી પંજાબ કિંગ્સ ત્રીજા સ્થાને છે. તો વિરાટની આરસીબી ચોથા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ પાંચમાં સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ છઠ્ઠા અને સનરાઇઝર્સ હૈદરાબાદ સાતમાં સ્થાને છે. ચેન્નઈની ટીમ ખરાબ નેટ રનરેટને કારણે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. 

અત્યાર સુધી રમાયેલી ચાર મેચોની સ્થિતિ
મહત્વનું છે કે સીઝનની પ્રથમ મેચમાં આરસીબી અને મુંબઈ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં આરસીબીને જીત મળી હતી. બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીની સફળતા મળી હતી. ત્રીજી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ વચ્ચે રમાઈ જેમાં પંજાબને ચાર રને રોમાંચક જીત મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news