અંબાલાલે કહ્યું આજે પણ IPL Finalમાં વિલન બનશે વરસાદ! ફરી મેચ રદ થાય તો કઈ ટીમ જીતે? જાણો નિયમ

IPL Final 2023: સામાન્ય રીતે ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં વરસાદ પડતો નથી. જોકે, રવિવારે અમદાવાદમાં રમાનારી આઈપીએલી ફાઈનલમાં તોફાની વરસાદે વિધ્ન નાંખ્યું. જો આજે પણ વરસાદને કારણે મેચ રદ થાય તો કઈ ટીમ જીતે? શું તમને ખબર છે નિયમો...જાણો નિયમો...

અંબાલાલે કહ્યું આજે પણ IPL Finalમાં વિલન બનશે વરસાદ! ફરી મેચ રદ થાય તો કઈ ટીમ જીતે? જાણો નિયમ

CSK vs GT IPL 2023 Final: 28મી મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલની 16મી સીઝનની ફાઈનલ મેચ રમાઈ શકી નહીં. હવે રિઝર્વ ડે એટલે કે આજે સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આ ખિતાબી મુકાબલો રમાશે. જો કે રિઝર્વ ડે ઉપર પણ વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છેકે, આજે પણ વરસાદમાં ધોવાઈ જશે આઈપીએલની ફાઈનલ મેચ.

આજે પણ સાંજ પડતા જ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાં મેઘરાજા તૂટી પડશે. ત્યારે જો આ મેચમાં પણ વરસાદ વિલન બને અને મેચ રદ થાય તો કઈ ટીમ ફાઈનલમાં જીતશે? શું તમે જાણો છો શું છે નિયમો? જાણવા માટે તમારે આ આર્ટિકલ વિગતવાર વાંચવો પડશે.

આજે પણ વિલન બનશે વરસાદ?
રિઝર્વ ડે પર રમાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ પર વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલે આજે પણ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે રિઝર્વ ડે પર વરસાદ કાલ જેવો પડશે તેવી આશંકા નથી. સોમવારે અમદાવાદમાં તડકો રહેશે પરંતુ સાંજે વાદળો જોવા મળી શકે છે. મેચના સમયે લગભગ 10 ટકા ચાન્સ છે કે વરસાદ પડે. ભેજ પણ 45-50 ટકા વચ્ચે રહી શકે છે. 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

આજે મેચ રદ થાય તો કઈ ટીમ જીતે? શું છે નિયમઃ
જો આજે પણ આ મેચ ન રમાઈ તો ગ્રુપ સ્ટેજમાં પોઈન્ટ ટેબલ પર નંબર વન પર રહેનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. આઈપીએલ 2023ના લીગ રાઉન્ડમાં 10 મેચ જીતીને ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલ પર 20 અંક સાથે ટોપ પર રહી છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પોતાની 14 મેચમાં 8 મેચ જીતીને 17 અંક મેળવ્યા અને પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. આવામાં ફાઈનલ વરસાદના કારણે રદ થાય તો ગુજરાત ટાઈટન્સની ટીમ સતત બીજીવાર ચેમ્પિયન બનશે. જો આજે પણ વરસાદ પડે અને મેચ રમાવાની શક્ય ન બને તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેવાને કારણે ગુજરાત ટાઈટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે. 

બંને ટીમોની સ્ક્વોડ:
ગુજરાત ટાઈટન્સ સ્કવોડ: ઋદ્ધિમાન સાહા (વિકટકિપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી, જોશુઆ લિટિલ, શ્રીકર ભારત, શિવમ માવી, ઓડિયન સ્મિથ, આર સાઈ કિશોર, પ્રદીપ સાંગવાન, મેથ્યુ વેડ, જયંત યાદવ, દાસુકા શનાકા, અભિનવ મનોહર, અલ્ઝારી જોસેફ, દર્શન નાલકંડે, ઉર્વિલ પટેલ, યશ દયાલ.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોન્વે, શિવમ દુબે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબતિ રાયડુ, એમએસ ધોની(કેપ્ટન વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષ્ણા, મથીશા પથિરાના, મિચેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, શેખ રશીદ, આકાશ સિંહ, બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, સિસાંડા મગાલા, અજય યાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, રાજવર્ધન સિંહ હેંગરગેકર, ભગત વર્મા, નિશાંત સિંધુ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news