IPL 2024: કોણ હતો SRH ની હારનો ગુનેગાર, મેચ બાદ કેપ્ટન કમિન્સે કાઢી ભડાસ
IPL 2024, KKR vs SRH: કોલકત્તા નાઈટ રાઈડર્સે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે કારમો પરાજય આપી આઈપીએલ-2024ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
Trending Photos
અમદાવાદઃ IPL 2024, KKR vs SRH: કોલકત્તા નાઈટ રાઈડર્સે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલીફાયર-1 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે પરાજય આપ્યો હતો. કોલકત્તા નાઈટ રાઈડર્સે આ જીતની સાથે સીધી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. મિચેલ સ્ટાર્ક (34 રન 3 વિકેટ) ની આગેવાનીમાં બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેપ્ટન શ્રેયસ અય્યર (24 બોલમાં અણનમ 58 રન) અને વેંકટેશ અય્યર (28 બોલમાં અણનમ 51 રન) ની આક્રમક ઈનિંગથી કોલકત્તાએ ક્વોલીફાયર-1 જીતી લીધી હતી.
મેચ બાદ હૈદરાબાદના કેપ્ટન કાઢી ભડાસ
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે હજુ સફર સમાપ્ત થઈ નથી. સનરાઇઝર્સ બૈદરાબાદ 24 મેએ એલિમિનેટર મેચની વિજેતા ટીમ સામે ચેન્નઈમાં ટકરાશે. ક્વોલીફાયર-2ની વિજેતા ટીમ ફાઈનલમાં જગ્યા બનાવી લેશે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે મેચ બાદ સ્વીકાર્યું કે ખરાબ પ્રદર્શનને કારણે તેણે કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મેચમાં હાર મળી છે.
કમિન્સે ટીમને આપી વોર્નિંગ
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કમિન્સે મેચ બાદ કહ્યું- અમે આ હારને જલ્દી પાછળ છોડવાનો પ્રયાસ કરીશું, તે સારી વાત હશે કે અમે બીજી ક્વોલીફાયર પહેલા અમારી ભૂલ સુધારી લઈએ. અમે બીજી ક્વોલીફાયર મેચમાં સારી તૈયારી સાથે ઉતરીશું. ટી20 ક્રિકેટમાં એવા દિવસ આવે છે જ્યારે વસ્તુ તમારા માટે સારી રીતે કામ કરતી નથી. અમે બેટથી સારૂ પ્રદર્શન ન કરી શક્યા જે કરવા ઈચ્છતા હતા. બોલિંગમાં પણ અમારૂ પ્રદર્શન સાધારણ રહ્યું હતું.
બાદમાં પિચમાં સુધાર જોવા મળ્યો
પેટ કમિન્સે કહ્યું- આ વિકેટ પર ઈમ્પેક્ટ સબ્સીટ્યુટ તરીકે વધારાનો બેટર પસંદ કરવો જરૂરી હતો. મને લાગે છે કે કોલકત્તા નાઈટ રાઈડર્સે સારી બોલિંગ કરી. શરૂઆતમાં પિચમાં થોડી સમસ્યા હતા અને બાદમાં પિચ સારી થઈ હતી. અમે ઘણું ક્રિકેટ રમ્યા છીએ અને નવા સ્થાન (ચેન્નઈ) માં જવામાં મદદ મળશે. તેથી અમારે આ મેચ પાછળ છોડી આગળ વધવું પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ કોલકત્તાએ 13.4 ઓવરમાં 164 રન બનાવી મેચ જીતી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે