RCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજ

બેંગ્લુરુના એમ  ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદે બેંગ્લુરુને 25 રનથી ધોબીપછાડ આપી. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેમને ભારે પડી ગયો. 

RCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજ

બેંગ્લુરુના એમ  ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદે બેંગ્લુરુને 25 રનથી ધોબીપછાડ આપી. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેમને ભારે પડી ગયો કારણ કે હૈદરાબાદની ટીમે ટ્રાવિસ હેડની આક્રમક સદી અને ક્લાસેનનના 67 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 287 રનનો જંગી સ્કોર ખડો કરી દીધો. જો કે બેંગ્લુરુએ પણ જબરદસ્ત ફાઈટ આપી પણ આખરે હારનો સામનો કરવો પડ્યો. 

મળ્યો વિશાળ ટાર્ગેટ
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ તરપથી અભિષેક શર્મા  અને ટ્રાવિસ હેડે ઈનિંગની શરૂઆત કરી. ટ્રાવિસ હેડે ધૂંઆધાંર 41 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 41 બોલમાં 102 રન કર્યા. જ્યારે અભિષેક શર્માએ 22 બોલમાં 34 રન, ક્લાસેને 31 બોલમાં 67 રન, માર્ક્રમે 17 બોલમાં 32 રન જ્યારે અબ્દુલ સમદે 10 બોલમાં 37 રન કર્યા. બેંગ્લુરુ તરફથી લોકી ફર્ગ્યુસને 52 રન આપીને 2  વિકેટ લીધી જ્યારે ટોપ્લેએ 68 રન આપીને એક વિકેટ ઝડપી. આ રીતે હૈદરાબાદની ટીમે 3 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 287 રન કર્યા

આરસીબીએ પણ જોરદાર લડત આપી
હૈદરાબાદની ટીમે આપેલા 288 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બેંગ્લુરુની ટીમના ઓપનર્સ વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે જોરદાર શરૂઆત કરી. પણ મયંક માર્કન્ડની બોલીંગમાં વિરાટ 20 બોલમાં 42 રન કરીને બોલ્ડ થઈ ગયો. જ્યારે ફાફ ડુપ્લેસિસ 28 બોલમાં 62 રન કરીને પેટ કમિન્સની બોલિંગમાં કેચ આઉટ થયો. જો કે બેંગ્લુરુને સૌથી મોટો ફટકો મિડલ ઓર્ડર તહેસ નહેસ થઈ જવાથી થયો. વિલ જેક્સ 4 બોલમાં 7 રન, રજત પાટીદાર 5 બોલમાં 9 રન અને સૌરવ ચૌહાણ 0 રન પર આઉટ થઈ ગયા. મહિપાલ માંડ સેટ થયો તો કમિન્સની બોલિંગમાં તે બોલ્ડ થઈ ગયો અને 11 બોલમાં 19 રન કરી પેવેલિયન ભેગો થયો. દિનેશ કાર્તિકે જબરદસ્ત ફાઈટ આપતા 35 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 83 રન કર્યા જો કે નટરાજનની બોલિંગમાં તે આઉટ થઈ ગયો. ત્યારબાદ અનુજ રાવતે 14 બોલમાં 25 રન જ્યારે વી. વિજયકુમારે 2 બોલમાં 1 રન કરી અણનમ રહ્યા. આમ નિર્ધારિત 20 ઓવરમાં આરસીબી 7 વિકેટના ભોગે 262 રન કરી શકી અને 25 રનથી ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news