CSK vs SRH: આજે સનરાઈઝર્સ હૈદરાબાદને ટક્કર આપશે યલ્લો આર્મી, જાણો કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11

SRH vs CSK: IPLમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામસામે ટકરાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે.

CSK vs SRH: આજે સનરાઈઝર્સ હૈદરાબાદને ટક્કર આપશે યલ્લો આર્મી, જાણો કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11

CSK vs SRH Possible Playing11: ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આજે 21 એપ્રિલ) IPLમાં આમને-સામને થશે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ 'એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક' માં રમાશે. આ મેદાન હંમેશા સ્પિનરો માટે મદદરૂપ રહ્યું છે. આવી સ્થિતિમાં, અહીં બંને ટીમો તેમના અગાઉના પ્લેઇંગ-11માં ફેરફાર કરી શકે છે.

કિવિ સ્પિનર ​​મિશેલ સેન્ટનર ચેન્નાઈની ટીમમાં વાપસી કરી શકે છે, જ્યારે સનરાઈઝર્સ ટીમ ઈંગ્લેન્ડના પોતાના સ્પિન બોલર આદિલ રાશિદને મેદાનમાં ઉતારી શકે છે. એટલે કે, બંને ટીમો તેમના છેલ્લા પ્લેઇંગ-11માંથી એક વિદેશી ફાસ્ટ બોલરને બદલે વિદેશી સ્પિનરને તક આપી શકે છે. બેન સ્ટોક્સ પણ આજની મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જોકે CSK ટીમમાં તેનું સ્થાન અત્યારે દેખાતું નથી. કારણ કે આ ટીમના લગભગ તમામ વિદેશી ખેલાડીઓ સારી લયમાં છે.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

CSK પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): ડેવોન કોનવે, રૂતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), તુષાર દેશપાંડ, મહિષ તિક્ષ્ણ, મિશેલ સેન્ટનર.

CSK પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), આકાશ સિંહ, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષ્ણ, મિશેલ સેન્ટનર

CSK ઈમ્પેક્ટ પ્લેયર્સ: આકાશ સિંહ / અંબાતી રાયડુ

SRH પ્લેઇંગ-11 (પ્રથમ બેટિંગ): હેરી બ્રૂક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, આદિલ રાશિદ, મયંક માર્કંડે.

SRH પ્લેઇંગ-11 (પ્રથમ બોલિંગ): હેરી બ્રૂક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, આદિલ રાશિદ, મયંક માર્કંડે, ટી નટરાજન.

SRH ઈમ્પેક્ટ પ્લેયર્સ: ટી નટરાજન/અબ્દુલ સમદ.

આ પણ વાંચો:
અગ્નિસંસ્કારમાં ઓછા લાકડા માટે કૌભાંડીઓની વધુ એક તરકીબ, ચિતાઓમા હવે ગોઠવી દીધા પથ્થર
અમદાવાદના ગોતા વિસ્તારમાં અનોખો કિસ્સો: હવે ચાર પગવાળા દૂધ ચોરે મચાવ્યો આતંક
ટ્રેન પાછળ કેમ હોય 'X' ની સાઈન,  શું હોય છે 'LV' નો અર્થ? રસપ્રદ છે કારણ, ખાસ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news