IPL 2023: આઈપીએલ 2023માં આ ટીમ જીતશે ટ્રોફી, કોમેન્ટ્રેટર સંજય માંજરેકરે કરી મોટી ભવિષ્યવાણી

IPL 2023 Winner Prediction: IPL 2023 ની શરૂઆત શુક્રવારથી થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે પ્રથમ મુકાબલો રમાશે. ટૂર્નામેન્ટ પહેલાં તેના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. 

IPL 2023: આઈપીએલ 2023માં આ ટીમ જીતશે ટ્રોફી, કોમેન્ટ્રેટર સંજય માંજરેકરે કરી મોટી ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ IPL 2023 News: IPL 2023 ની શરૂઆત 31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની છે. IPL 2023 ની પ્રથમ મેચ શુક્રવારે સાંજે 7.30 કલાકે ગુજરાત જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલ 2023ની શરૂઆત પહેલાં તેના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરી દેવામાં આવી છે. ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર સંજય માંજરેકરે IPL 2023 ના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. સંજય માંજરેકરે એક ઈન્ટરવ્યૂમાં તે ટીમનું નામ જણાવ્યું છે, જે આ વખતે ટ્રોફી જીતશે. 

સંજય માંજરેકરની ભવિષ્યવાણી આવી ચર્ચામાં
સંજય માંજરેકરે ઈએસપીએનક્રિકઇન્ફોને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન તે ટીમનું નામ જણાવ્યું છે, જે આ વખતે આઈપીએલ 2023ની ટ્રોફી ઉઠાવશે. સંજય માંજરેકરે આ ઈન્ટરવ્યૂમાં એક નહીં પરંતુ ઘણી ભવિષ્યવાણી કરી છે. સંજય માંજરેકરે ટૂર્નામેન્ટની આ સીઝનમાંસૌથી ઝડપી બોલ ફેંકનારા બોલરના નામનો પણ ખુલાસો કર્યો છે.

આ ટીમ જીતશે ટ્રોફી
સંજય માંજરેકરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આઈપીએલની આ સીઝનમાં વિરાટ કોહલીનું ટ્રોફી જીતવાનું સપનું પૂરુ થશે, તો તેના જવાબમાં પૂર્વ ક્રિકેટરે કહ્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બોલિંગ શાનદાર છે અને મને લાગે છે કે આ વર્ષે વિરાટ કોહલીનું ટ્રોફી જીતવાનું સપનું પૂરુ થશે. સંજય માંજરેકરે જણાવ્યું કે ફાફ ડુ પ્લેસિસ આરસીબી માટે વધુ રન બનાવશે. 

ઉમરાન મલિક 160kmph ની ગતિ સુધી પહોંચી જશે
સંજય માંજરેકરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આઈપીએલની આ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક 160kmph ની ગતિ સુધી પહોંચી શકશે, તો તેણે કહ્યું કે આ થઈ શકે છે. સંજય માંજરેકરને પૂછવામાં આવ્યું કે શું ચેન્નઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવી આ વખતે ધોની આઈપીએલને અલવિદા કહેશે તો તેણે કહ્યું કે ધોની વિશે કહેવું મુશ્કેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news