RCB vs CSK IPL 2023: મેક્સવેલ-ડુ પ્લેસિસની તોફાની ઈનિંગ એળે ગઈ, CSK એ રોમાંચક મેચમાં RCB ને હરાવ્યું

આઈપીએલ 2023ની એક રોમાંચક મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હરાવી દીધુ. બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં સીએસકેએ આરસીબીને જીત માટે 227 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ તે 20 ઓવર્સ રમવા છતાં આ ટાર્ગેટ સુધી પહોંચી શકી નહીં. 

મોટા ટાર્ગેટનો પીછો કરતા આરસીબીની શરૂઆત ખરાબ રહી અને તેણે પહેલી જ  ઓવરમાં વિરાટ કોહલીની વિકેટ ગુમાવી. કોહલી 6 રન બનાવીને આકાશ સિંહની ઓવરમાં બોલ્ડ થયો. ત્યારબાદ જલદી બીજી સફળતા મળી. મહિપાલ રોમરોર પણ રન બનાવ્યા વગર જ તુષાર દેશપાંડીની ઓવરમાં કેચ આઉટ થયો. 15 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસે જબરદસ્ત બેટિંગ કરીને ચિન્નાસ્વામી સ્ટેડિમમાં હાજર હજારો ફેન્સને ખુશ થવા પર મજબૂર કર્યા. મેક્સવેલ અને ડુ પ્લેસિસ વચ્ચે 61 બોલમાં 126 રનની ભાગીદારી થઈ. 

મેક્સવેલે માત્ર 36 બોલમાં 76 રન કર્યા. જેમાં 3 ચોગ્ગા અને આઠ છગ્ગા સામેલ હતા. જ્યારે ડુપ્લેસિસે 33 બોલમાં 62 રન કર્યા. એક સમયે 15 રન પર બે વિકેટ ગુમાવનાર આરસીબીની 3જી વિકેટ 141 રન પર પડી જ્યારે મેક્સવેલ આઉટ થયો. ત્યારબાદ 159 પર ચોથી, 191 પર દિનેશ કાર્તિક 28 રન બનાવીને આઉટ થયો. 192 પર છઠ્ઠી, 197 પર સાતમી વિકેટ અને છેલ્લે 218 રન પર આઠમી વિકેટ પડી અને આરબીસીની ઈનિંગનો અંત આવ્યો. 

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સીએસકેની પણ શરૂઆત ખરાબ રહી હતી. જેણે 16 રને પહેલી વિકેટ ગુમાવી. ઋતુરાજ ગાયકવાડ આઉટ થનાર પહેલો બેટર હતો. ત્યારબાદ ક્રીઝ પર અજિંક્ય રહાણે અને ડેવોન કોન્વેએ ધમાલ મચાવી. રહાણેએ 20 બોલમાં 37 રન કર્યા. જ્યારે કોન્વેએ 45 બોલમાં 83 રનની ધમાકેદાર ઈનિંગ ખેલી. આ ઉપરાંત શિવમ દુબેએ 27 બોલમાં 52 રન કર્યા. સીએસકેએ નિર્ધારિત 20 ઓવરમાં 226 કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news