PBKS vs GT: ડેબ્યૂ મેચમાં ટોયલેટ જતો રહ્યો ગુજરાતનો ખેલાડી, મેદાન પર રાહ જોતી રહી બંને ટીમો

ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને આઇપીએલના 16 મુકાબલામાં 6 વિકેટે માત આપી. આ મુકાબલામાં ગુજરાત માટે શુભમન ગિલ અને રાહુલ તેવતિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન સદી ચૂકી ગયો. તેમણે 96 રનની ઇનિંગ રમી. જ્યારે રાહુલ અંતિમ એ બોલમાં સિક્સર ફટકારી ટીમને જીત અપાવી.

PBKS vs GT: ડેબ્યૂ મેચમાં ટોયલેટ જતો રહ્યો ગુજરાતનો ખેલાડી, મેદાન પર રાહ જોતી રહી બંને ટીમો

ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને આઇપીએલના 16 મુકાબલામાં 6 વિકેટે માત આપી. આ મુકાબલામાં ગુજરાત માટે શુભમન ગિલ અને રાહુલ તેવતિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન સદી ચૂકી ગયો. તેમણે 96 રનની ઇનિંગ રમી. જ્યારે રાહુલ અંતિમ એ બોલમાં સિક્સર ફટકારી ટીમને જીત અપાવી. ગુજરાત માટે આ મુકાબલામાં સાઇ સુદર્શને ડેબ્યૂ કર્યું. પરંતુ આ મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના સર્જાઇ હતી. 

ડેબ્યૂ મેચ રમેલા સાઇ સુદર્શને 30 બોલનો સામનો કરતાં 35 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 4 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. આ ઇનિંગ દરમિયાન તેમણે મેદાનમાંથી બહાર જવું પડ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુદર્શને ટોયલેટ માટે મેચ દરમિયાન બહાર જવું પડ્યું. એટલા માટે મેચ થોડીવાર માટે અટકાવી દેવામાં આવી. આ સાથે જ એક મિનિટનો ટાઇમ આઉટ પણ લેવામાં આવ્યો.  

— Big Cric Fan (@cric_big_fan) April 8, 2022

અત્રે ઉલ્લેખનીય છે કે સાઇ સુદર્શન ફક્ત 20 વર્ષના છે અને તેમણે નાની ઉંમરમાં જ પોતાને સારા સાબિત કર્યા છે. સુદર્શન લિસ્ટ એની 3 મેચ રમી ચૂક્યા છે. આ સાથે-સાથે 8 ટી20 મેચ પણ રમી ચૂક્યા છે. તે તમિલનાડુ પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. આ સાથે સાથે સુદર્શન સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં પણ તમિલનાડુ માટે રમી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news