IPL 2021: આજે બેંગલોર સામે ટકરાશે હૈદરાબાદ, કોહલી અને વોર્નર વચ્ચે જંગ

આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. તો વોર્નરની આગેવાનીવાળી સનરાઇઝર્સે પ્રથમ મેચમાં કોલકત્તા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

IPL 2021:  આજે બેંગલોર સામે ટકરાશે હૈદરાબાદ, કોહલી અને વોર્નર વચ્ચે જંગ

ચેન્નઈઃ જીતની સાથે પ્રારંભ કરનારી વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર  (Royal Challengers Bangalore) નો ઇરાદો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) માં બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વિરુદ્ધ લયને જાળવી રાખવાનો હશે. આરસીબીએ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. તો ડેવિડ વોર્નર  (David Warner) ની આગેવાની વાળી સનરાઇઝર્સને પ્રથમ મેચમાં કોલકત્તાએ પરાજય આપ્યો હતો. પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન બાદ આરસીબી દેવદત્ત પડિક્કલની વાપસીથી વધુ મજબૂત થશે. 

પડિક્કલ કોરોનાને માત આપી ચુક્યો છે અને તે રમવા માટે ફિટ છે. તે 22 માર્ચે કોરોનાથી સંક્રમિત થયો હતો અને ક્વોરેન્ટાઈન હતો. પડિક્કલ બુધવારે નહીં રમે તો વિરાટ કોહલીની સાથે વોશિંગટન સુંદર ઈનિંગની શરૂઆત કરશે. આરસીબી આવનારી મેચમાં મોહમ્મદ અઝહરુદ્દીન અને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાને ઉતારી શકે છે. 

આરસીબી માટે બેટિંગનો દારોમદાર એબી ડિવિલિયર્સ અને કોહલી પર હશે જ્યારે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ ઉપયોગિતા સાબિત કરવા ઈચ્છશે. પ્રથમ મેચમાં તે સહજ જોવા મળ્યો અને કેપ્ટન કોહલી સહિત ટીમ મેનેજમેન્ટનું તેને સમર્થન હાસિલ છે. કર્ણાટકના 20 વર્ષીય બેટ્સમેન પડિક્કલે પાછલા સત્રની 15 મેચોમાં સર્વાધિક 473 રન બનાવ્યા હતા. તેણે 2020ની સીઝનમાં 5 અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીમાં 218 અને વિજય હઝારે ટ્રોફીમાં સાત મેચમાં 737 રન ફટકાર્યા હતા. 

પ્રથમ મેચમાં ડેબ્યૂ કરનાર રજત પાટીદાર પણ મોટી ઈનિંગ રમવા ઈચ્છશે. મુંબઈ વિરુદ્ધ બેંગલોરની બોલિંગ સારી રહી હતી. હર્ષલ પટેલે 27 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. બીજીતરફ હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નર અને સાહા કોલકત્તા સામે સસ્તામાં આઉટ થયા હતા. આ બન્નેનો પ્રયાસ લય હાસિલ કરવાનો હશે. 

સનરાઇઝર્સ ઈનિંગની શરૂઆત કરવા માટે વોર્નરની સાથે બેયરસ્ટોને ઉતારી શકે છે. બેયરસ્ટોએ પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી તો મનીષ પાંડેએ 61 રનનું યોગદાન આપ્યુ હતું. કેન વિલિયમસન આ મેચમાં પણ રમશે નહીં. ભુવનેશ્વર કુમાર કોલકત્તા સામે મોંઘો સાબિત થયો હતો પરંતુ તે વધુ સમય ખરાબ ફોર્મમાં રહેનાર બેટ્સમેન નથી. 

આ હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન
બેંગલોરઃ વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિસ્ટિયન, વોશિંગટન સુંદર, શાહબાઝ અહમદ, મોહમ્મદ સિરાજ, કાઇલ જેમીસન અને યુજવેન્દ્ર ચહલ.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, રિદ્ધિમાન સાહા, મનીષ પાંડે, જોની બેયરસ્ટો, વિજય શંકર, અબ્દુલ સમદ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને ટી નટરાજન. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news