IPL 2020, Team Preview: પેટ કમિન્સ આવવાથી મજબૂત બની ટીમ, આ વર્ષે ફાઇનલમાં પહોંચી શકે છે KKR
કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)ની ટીમે આ વર્ષે હરાજીમાં ઘણા ખેલાડીઓને સામેલ કર્યાં છે. પાછલા વર્ષે પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેલી કેકેઆર આ વર્ષે ટાઇટલ જીતવા ઉતરશે.
Trending Photos
નવી દિલ્હીઃ દિનેશ કાર્તિક (Dinesh Karthik) ની આગેવાની વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) આ વર્ષે ટાઇટલના મજબૂત દાવેદારોમાં સામેલ છે. કેકેઆરે ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરની આગેવાનીમાં બે વાર વર્ષ 2012 અને 2014મા ટાઇટલ જીત્યું હતું. પરંતુ ત્યારબાદ ટીમ છેલ્લા 6 વર્ષમાં ફાઇનલમાં પહોંચી શકી નથી. પાછલા વર્ષે સારી શરૂઆત બાદ પણ તે નેટરનરેટને કારણે પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. કેકેઆર (Kolkata Knight Riders) એક ટીમ તરીકે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શકી નથી. તેની ખોટ પૂરવા માટે આ ઓક્શનમાં તેણે ખાસ ખેલાડીઓની પસંદગી કરી છે.
ઓક્શનમાં ખરીદ્યા 11 ખેલાડી
હરાજી પહેલા કેરેઆરની પાસે 35.65 કરોડ રૂપિયા હતા, જેમાં તેણે ચાર વિદેશી સહિત 11 ખેલાડીઓને પોતાની ટીમમાં લેવાના હતા. નાઇટ રાઇડર્સે હરાજીમાં ચાર વિદેશી ખેલાડી સહિત કુલ નવ ખેલાડીઓને ખરીદ્યા. જેણે ઓસ્ટ્રેલિયાના બોલર પેટ કમિન્સને સૌથી વધુ 15.50 કરોડમાં લીધો હતો.
ટીમે ટોપ ઓર્ડર માટે ફેરફાર કરીને લિનના સ્થાને રાહુલ ત્રિપાઠીને સામેલ કર્યો છે, જે પાછલી સીઝનમાં રાજસ્થાન માટે રમ્યો હતો. તો ઈંગલેન્ડના યુવા બેટ્સમેન ટોમ બેન્ટનને પણ સામેલ કર્યો છે, જે બીબીએલમાં ક્રિસ લિન અને એબી ડિવિલિયર્સ જેવા દિગ્ગજો સાથે રમી ચુક્યો છે અને હાલમાં ઈંગ્લેન્ડની ટી20 ટીમમાં સામેલ છે. સુનીલ નરેનની સાથે બંન્નેમાંથી કોઈ એક ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતરશે.
IPL 2020, Team Preview: યુવા અને અનુભવી ખેલાડીઓના દમ પર આઈપીએલમાં ધમાકો મચાવવા તૈયાર રાજસ્થાન
ટીમ રસેલ પર નિર્ભર
આંદ્રે રસેલ કેરેઆરનો સૌથી મોટો હિટર છે. સામે ગમે તે ટીમ હશે રસેલ તેના માટે પડકાર હશે. તે લોઅર ઓર્ડરમાં સૌથી ખતરનાક ફિનિશરમાં સામેલ છે. ટીમ માટે પાછલી સીઝનની જેમ આ વર્ષે પણ તે મહત્વનો સાબિત થઈ શકે છે. આ બંન્ને સિવાય ટીમની પાસે ઈંગ્લેન્ડનો વિશ્વ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન અને ટીમનો કેપ્ટન દિનેશ કાર્તિક પણ જશે જે મિડલ ઓર્ડરમાં ટીમને મજબૂતી આપશે.
કાર્તિક પણ આ સીઝનમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છશે. તો મોર્ગનની છેલ્લી 10 ટી20 મેચોમાં 66ની એવરેજ છે. તે આવવાથી ટીમ વધુ મજબૂત બની છે. લિન અને રોબિન ઉથપ્પાની ગેરહાજરીમાં યુવા બેટ્સમેન શુભમન ગિલ અને નીતીશ રાણાને મહત્વની જવાબદારી આપવામાં આવશે. બંન્ને પાસે ભારતીય સિલેક્ટરોનું ધ્યાન ખેંચવાની પણ સારી તક હશે.
પેટ કમિન્સ પાસે ટીમને મોટી આશા
વાત બોલિંગની કરવામાં આવે તો ટીમ હંમેશા મજબૂત રહી છે. આંદ્રે રસેલ અને સુનીલ નરેન મહત્વના ઓલરાઇનડર છે, પરંતુ તેની ફિટનેસ એક મોટો સવાલ છે. પરંતુ આ મુશ્કેલીના હલ માટે ટીમે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સને સામેલ કર્યો છે. કમિન્સને 15 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. વર્ષ 2019મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કરનાર કમિન્સ પર કેકેઆરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાવરપ્લેમાં તે ટીમ માટે વિકેટ લેવાનું કામ કરશે. આ સિવાય ટીમ પાસે લોકી ફર્ગ્યૂસન અને પ્રસિદ્ધ કૃષ્ણ જેવા બોલર પણ છે. તો સ્પિન વિભાગમાં ટીમની સાથે ચાઇનામેન કુલદીપ યાદવ હશે જેનો સાથ આપવા માટે વરૂણ ચક્રવર્તીને સામેલ કરવામાં આવ્યો છે.
સુનીલ નરેનની ફિટનેસ તેના માટે સૌથી મોટી મુશ્કેલી છે. પાછલા વર્ષે તે કેકેઆર માટે 12 મેચ રમ્યો હતો. તો આ વર્ષે ચાલી રહેલી સીપીએલમાં પણ તે આંગળીની ઈજાથી પરેશાન હતો.
કોલકત્તાનો સંપૂર્ણ કાર્યક્રમ
તારીખ | વિરુદ્ધ | સમય | મેદાન | |
1 | 23 સપ્ટેમ્બર 2020 | મુંબઈ ઈન્ડિયન્સ | 7:30 વાગ્યે | અબુ ધાબી |
2 | 26 સપ્ટેમ્બર 2020 | સન રાઇઝર્સ હૈદરાબાદ | 7:30 વાગ્યે | અબુ ધાબી |
3 | 30 સપ્ટેમ્બર 2020 | રાજસ્થાન રોયલ્સ | 7:30 વાગ્યે | દુબઈ |
4 | 3 ઓક્ટોબર 2020 | દિલ્હકેપિટલ્સ | 7:30 વાગ્યે | શારજાહ |
5 | 7 ઓક્ટોબર 2020 | ચેન્નાઈ સુપર કિંગ્સ | 7:30 વાગ્યે | અબુ ધાબી |
6 | 10ઓક્ટોબર 2020 | કિંગ્સ ઇલેવન પંજાબ | 3:30 PM | અબુ ધાબી |
7 | 12 ઓક્ટોબર 2020 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 વાગ્યે | શારજાહ |
8 | 16 ઓક્ટોબર 2020 | મુંબઈ ઈન્ડિયન્સ | 7:30 વાગ્યે | અબુ ધાબી |
9 | 18 ઓક્ટોબર 2020 | સન રાઇઝર્સ હૈદરાબાદ | 7:30 વાગ્યે | અબુ ધાબી |
10 | 21 ઓક્ટોબર2020 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 વાગ્યે | અબુ ધાબી |
11 | 24 ઓક્ટોબર 2020 | દિલ્હીકેપિટલ્સ | 3:30 PM | અબુ ધાબી |
12 | 26 ઓક્ટોબર 2020 | કિંગ્સ ઇલેવન પંજાબ | 7:30 વાગ્યે | શારજાહ |
13 | 29 ઓક્ટોબર 2020 | ચેન્નાઈ સુપર કિંગ્સ | 7:30 વાગ્યે | દુબઈ |
14 | 1 નવેમ્બર 2020 | રાજસ્થાન રોયલ્સ | 7:30 વાગ્યે | દુબઈ |
કોલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક, આંન્દ્રે રસેલ, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શુભમન ગિલ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, રિંકુ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, કમલેશ નાગેરકોટી, શિવમ માવી, સિદ્ધેશ લાડ, પેટ કમિન્સ, ઇઓન મોર્ગન, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, નિખિલ નાઈક.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે