IPL વિશ્વની સૌથી પસંદગીની ટી20 લીગ, આ સીઝનમાં વ્યૂઅરશિપમાં થયો રેકોર્ડતોડ વધારો


આઈપીએલ 2020 (IPL 2020) વ્યૂઅરશિપમાં પાછલી સીઝનની તુલનામાં 28 ટકાનો વધારો થયો છે. આઈપીએલ ચેરમેને આ જાણકારી આપી છે. 


 

IPL વિશ્વની સૌથી પસંદગીની ટી20 લીગ, આ સીઝનમાં વ્યૂઅરશિપમાં થયો રેકોર્ડતોડ વધારો

મુંબઈઃ આઈપીએલ 2020મા ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે એકવાર ફરી કમાલ કરતા ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ વખતે કોરોના વાયરસ (Covid-19)ને કારણે મેદાન પર કોઈ દર્શક હાજર નહતા પરંતુ આ ટી20 લીગની લોકપ્રિયતા ઓછી થઈ નથી. આ વર્ષે લોકોએ પોતાના ગરોમાં બેસીને લીગને પોતાનો પ્રેમ આપ્યો. આ કારણ છે કે 2020ની સીઝનમાં દર્શકોની સંખ્યાએ રેકોર્ડ તોડી દીધો છે. 

આઈપીએલની 13મી સીઝનમાં દર્શકોની સંખ્યામાં પાછલી સીઝનની તુલનામાં રેકોર્ડતોડ 28 ટકાનો વધારો થયો છે. 

આઈપીએલના ચેરમેન બૃજેશ પટેલે કહ્યુ, આઈપીએલ હંમેશાથી વિશ્વ સ્તરીય રમત આયોજન રહ્યું છે. 

ભારત માટે ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં ટ્રૈવિસ હેડ સામેલ, આ પ્લેયર્સને પણ મળી તક

તેમણે ટાઇટલ પ્રાયોજક ડ્રીમ ઇલેવનનો આભાર વ્યક્ત કરતા કહ્યું, ડ્રીમ 11ના ટાઇટલ સ્પોન્સરના રૂપમાં આવવાથી ફેન્ટેસી રમત દ્વારા દર્શકો માટી સંખ્યામાં જોડાયા હતા.

કોરોના વાયરસ મહામારી વચ્ચે દર્શકોની ગેરહાજરીમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં ચાર મોટી વર્ચ્યુઅલ ફેન વોલ બનાવવામાં આવી હતી જેમાં ચીયરલીડર્સના પહેલાથી રેકોર્ડ કરાયેલા વીડિયો સામેલ હતા. 

મહત્વનું છે કે આ વર્ષે રમાયેલા આઈપીએલના ઉદ્ઘાટન મુકાબલાને આશરે 20 કરોડ લોકોએ જોયો હતો. મેચ જોવા માટે 20 કરોડથી વધુ દર્શકોએ ટ્યૂન કર્યું. દેશમાં કોઈપણ રમત લીગના ઉદ્ઘાટન મેચમાં આ સૌથી મોટો આંકડો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news