RR ની જીતથી ચેન્નઇનું પત્તુ કપાયું, પહેલીવાર CSK 'પ્લે ઓફ'ની રેસમાંથી બહાર
રવિવારે રાત્રે આઇપીએલ 2020માં રાજસ્થાન રોયલ્સની મુંબઇ ઇન્ડિયન્સ પર જીત સાથે જ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની 'પ્લે ઓફ'માં જવાની સંભાવનાઓ સંપૂર્ણપણે ખતમ થઇ ગઇ.
Trending Photos
નવી દિલ્હી: રવિવારે રાત્રે આઇપીએલ 2020માં રાજસ્થાન રોયલ્સની મુંબઇ ઇન્ડિયન્સ પર જીત સાથે જ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની 'પ્લે ઓફ'માં જવાની સંભાવનાઓ સંપૂર્ણપણે ખતમ થઇ ગઇ. તેની આશાઓ તો 23 ઓક્ટોબરના રોજ લગભગ ખતમ થઇ ગઇ હતી. જ્યારે તેને મુંબઇ ઇન્ડિયન્સના હાથે 10 વિકેટની આકરી હારનો સામનો કરવો પડ્યો હતો.
રવિવારે જ રોયલ ચેલેન્જર્સ બેગલુરૂ (RCB)ના વિરૂદ્ધ 8 વિકેટથી જીત બાદ ચેન્નઇની ટીમ 7મા સ્થાન પર આવી ગઇ હતી અને બાકી બચેલા બે મુકાબલાને મોટા અંતરથી જીતીને જેમતેમ કરીને પ્લે ઓફની તેની આશાઓ સામે આવી રહી હતી. પરંતુ રાત્રે રાજસ્થાનની જીત સાથે ચેન્નઇની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
સીએસકેએ 12 મેચ રમી ચે અને તેને 8મી હારનો સામનો કરવો પડ્યો. સ્કોર બોર્ડમાં ચેન્નઇના હાલ 8 પોઇન્ટ છે અને તેની બે મેચ બાકી છે. જો તે પોતાની બે મેચ જીતી પન જાય છે તો તેના 12 પોઇન્ટ રહેશે. રાજસ્થાનની ટીમ મુંબઇ વિરૂદ્ધ જો પોતાનો મુકાબલો હાર જાયા, તો તેને પણ 8 જ પોઇન્ટ થાય છે એવામાં ચેન્નઇ પાસે પ્લે ઓફ માટે અન્ય ટીમો પર નિર્ભરતા બચી છે, પરંતુ આમ થઇ ન શક્યું.
ચેન્નઇની ટીમ આ પહેલાં સુધી આઇપીએલમાં જ્યારે પણ રમી, પ્લે ઓફ સુધી જરૂર પહોંચી, પરંતુ આ વખતે તે કોઇ ખાસ પરફોમન્સ કરી ન શકી. તે ત્રણવાર જીતી અને પાંચવાર ઉપવિજેતા છે. 13 વર્ષોના આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર ચેન્નઇ પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ.
સ્કોર બોર્ડ પર નજર કરીએ તો મુંબઇએ 11 મેચ રમી છે અને 7માં જીત નોંધાવી છે, મુંબઇ 14 પોઇન્ટ સાથે ટોચ પર છે. તો દિલ્હી પણ એટલા જ પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે. ચોથા સ્થાન માટે કલકત્તા, પંજાબ, રાજસ્થાન અને હૈદ્વાબાદ વચ્ચે મારામારી છે.
પંજાબ, હૈદ્રાબાદ અને કલકતાની તમામ ત્રણ-ત્રણ મેચ બચી છે અને પોઇન્ટના મામલે ત્રણેય ચેન્નઇથી આગળ છે. રાજસ્થાન રોયલ્સને ન ફક્ત પોતાની બંને મેચ જીતવી પડશે, પરંતઉ બાકી મેચોમાં અનુકૂળ પરિણામની દુઆ કરવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે