IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરશે કોહલી એન્ડ કંપની

વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. બંન્ને ટીમોની પાસે સારા બેટ્સમેન છે તો બોલિંગ પણ દમદાર છે. જોઈએ કોણ કોના પર ભારે પડે છે. 

IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરશે કોહલી એન્ડ કંપની

દુબઈઃ વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું ટાઇટલ જીતવાના સપનાને પૂરુ કરવાનું અભિયાન આજથી શરૂ કરશે જ્યારે તેની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર  (RCB)નો મુકાબલો ટૂર્નામેન્ટમાં નિરંતર પ્રદર્શન કરનારી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે થશે. 

બંન્ને ટીમોમાં વિસ્ફોટક બેટ્મેસન
બંન્ને ટીમોમાં એવા વિસ્ફોટક બેટ્સમેન છે જે પોતાના દમ પર મેચનું પાસુ પલટી શકે છે. કોહલીએ પાછલી કેટલીક સીઝનમાં હંમેશા સારૂ પ્રદર્શન કર્યું છે પરંતુ પ્રથમવાર ટાઇટલ જીતવાના તેનું સપનું ત્યારે પૂરુ થશે જ્યારે ટીમ દરેક વિભાગમાં સારૂ પ્રદર્શન કરશે. 

ફિન્ચ આવવાથી બેંગલોરની બેટિંગને મળી ધાર
પહેલાથી મોટા ખેલાડીઓથી ભરેલી ટીમમાં ઓસ્ટ્રેલિયાનો સીમિત ઓવરનો કેપ્ટન એરોન ફિન્ચ આવવાથી બેટિંગ વધુ મજબૂત થઈ છે. યુવા ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડીક્કલ પાસેથી પણ ખુબ આશા છે. 

હૈદરાબાદની ઓપનિંગ જોડી મજબૂત
તો બીજીતરફ વોર્નરે ત્રણ વખત ટૂર્નામેન્ટમાં ઓરેન્જ કેપ (સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર) હાસિલ કરી છે અને તેની આગેવાનીમાં ટીમ 2016મા ચેમ્પિયન બની હતી. વોર્નર અને જોની બેયરસ્ટો ટૂર્નામેન્ટની સૌથી ખતરનાક ઓપનિંગ જોડીમાંથી એક છે. પાછલી સીઝનમાં આસરીબી વિરુદ્ધ આ જોડીએ પ્રથમ વિકેટ માટે રેકોર્ડ (આઈપીએલ) રનની ભાગીદારી કરી હતી. તે આ લયને યથાવત રાખવા ઈચ્છશે. સનરાઇઝર્સની પાસે કેન વિલિયમસન, મનીષ પાંડે, મિશેલ માર્શ અને ફેબિયન એલેન જેવા શાનદાર બેટ્સમેન છે. પાછલા સત્રમાં છેલ્લા સ્થાને રહેનારી આરસીબીની ટીમ આ સત્રમાં ખુબ સંતુલિત લાગી રહી છે પરંતુ તેનું આકલન મેદાન પર જ થશે. 

નિચલા ક્રમમાં બેટિંગ નબળી
સનરાઇઝર્સ માટે નિચલા ક્રમની બેટિંગ નબળી કડી સાબિત થઈ શકે છે. ફ્રેન્સાઇઝીએ વિરાટ સિંહ, અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ અને અબ્દુલ સમદ જેવા યુવા બેટ્સમેનો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આશા છે કે તેમાંથી કોઈ ખેલાડી મધ્યમક્રમમાં સારૂ પ્રદર્શન કરશે. 

બોલિંગ યૂનિટમાં ફાસ્ટ બોલરો પર દાવ
ટીમના બોલિંગ એકમમાં કોઈ ફેરફાર થયો નથી અને ભુવનેશ્વર કુમાર ફાસ્ટ બોલિંગની આગેવાની કરશે જ્યાં તેને સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ અને બાસિલ થમ્પી જેવા બોલરોનો સાથ મળશે. ટીમમાં ટી20 ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ગણાતા રાશિદ ખાન સિવાય ઓલરાઉન્ડર મોહમ્મદ નબી છે જે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં શાનદાર લયમાં હતા. ટીમમાં ડાબા હાથનો સ્પિનર શાહબાઝ નદીમ પણ છે. 

આરસીબીની સ્પિન બોલિંગમાં અનુભવ
આરસીબીની પાસે પણ સ્પિન બોલિંગમાં સારો વિકલ્પ છે. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ ફરીથી મહત્વપૂર્ણ હશે જેને વોશિંગટન સુંદર, પવન નેગી, એડમ ઝમ્પા અને મોઇન અલી જેવા અનુભવી બોલરોનો સાથ મળશે. આરસીબીએ પાછલી સીઝનમાં છેલ્લી ઓવરોમાં ખુબ રન આપ્યા હતા અને ટીમ આ નબળી કડીને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. ફ્રેન્ચાઇઝીએ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને ટીમમાં સામેલ કર્યો છે. 

આરસીબીએ કોચ તરીકે સાઇમન કેટિચ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો સનરાઇઝર્સની સાથએ ટ્રેવર બેલિસ છે જેમણે પાછલા વર્ષે ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news