IPLમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીય બન્યો સુરેશ રૈના

આઈપીએલમાં પંજાબ વિરુદ્ધ રમતા સુરેશ રૈનાએ પોતાની 38મી અડધી સદી ફટકારી હતી. આ સાથે તે બેટ્સમેન શિખર ધવનથી આગળ નિકળી ગયો છે. ધવને 157 મેચોમાં 37 અડધી સદી ફટકારી છે. 

IPLમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીય બન્યો સુરેશ રૈના

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રવિવારે મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રમતા ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન સુરેશ રૈનાએ નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે હવે આઈપીએલમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. પરંતુ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર હજુ પણ તેનાથી આગળ છે. પંજાબ વિરુદ્ધ રૈનાએ પોતાની 38મી અડધી સદી ફટકારી ચે. તે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન શિખર ધવન કરતા આગળ નિકળી ગયો છે. ધવને 157 મેચોમાં 37 અડધી સદી ફટકારી છે. 

મહત્વનું છે કે રૈનાએ પોતાના 191 મેચમાં 38મી અડધી સદી ફટકારી છે. આ સિવાય આઈપીએલમાં તે એક સદી પણ ફટકારી ચુક્યો છે. રવિવારે રમાયેલી મેચ પહેલા રૈનાએ 190 મેચોમાં 5325 રન બનાવી ચુક્યો હતો. તેનાથી આગળ માત્ર સનરાઇઝર્સ હૈદરાબાદનો ડેવિડ વોર્નર છે. તેણે 126 મેચોમાં 44 અડધી સદી ફટકારી છે. 

આઈપીએલમાં આ સિઝન રૈના માટે સામાન્ય રહી છે. રવિવારે પોતાની 14મી મેચ રમી ચુકેલા રૈનાએ અત્યાર સુધી 359 રન બનાવ્યા છે. તેમાં ત્રણ અડધી સદી સામેલ છે. પંજાબ વિરુદ્ધ મચેમાં રૈનાએ 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 બોલમાં 53 રન બનાવ્યા હતા. સૈમ કરનના બોલ પર તેને શમીએ કેચ આઉટ કર્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news