IPL 2019: પંજાબ અને રાજસ્થાન વચ્ચે ટક્કર, ગેલ અને સ્મિથ પર રહેશે નજર

રાજસ્થાન તરફથી સ્ટીવન સ્મિથ આ મેચમાં ઉતરી શકે છે. તે ગત વર્ષે બોલ ટેમ્પરિંગને કારણે આઈપીએલમાંથી બહાર રહ્યો હતો. 

IPL 2019: પંજાબ અને રાજસ્થાન વચ્ચે ટક્કર, ગેલ અને સ્મિથ પર રહેશે નજર

જયપુરઃ સ્ટીવ સ્મિથની વાપસીથી ઉત્સાહિત રાજસ્થાન રોયલ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનમાં પોતાના પ્રથમ મેચમાં આજે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબનો સામનો કરશે. સ્પોટ ફિક્સિંગ મામલામાં બે વર્ષ પ્રતિબંધનો સામનો કર્યા બાદ ગત સિઝનમાં પરત ફરેલી રાજસ્થાનની ટીમ પ્લેઓફથી આગળ વધી શકી નથી. રહાણેની આગેવાનીમાં આ વર્ષે ટીમ સારી શરૂઆત કરવા ઈચ્છશે. 

સ્મિથ બોલ ટેમ્પરિંગને કારણે ગત સિઝનમાં બહાર રહ્યો હતો, પરંતુ તે હવે તૈયાર છે. 2008માં લીગનું પ્રથમ ટાઇટલ જીતનારી રાજસ્થાનની ટીમ એકવાર ફરી જોસ બટલર પાસે સારા પ્રદર્શનની આશા કરશે, જેણે ગત સિઝનમાં 13 મેચોમાં 548 રન બનાવ્યા હતા. ટીમને સ્મિથ પાસેથી પણ સારા પ્રદર્શનની આશા હતી. પરંતુ હજુ નક્કી નથી કે સ્મિથ અંતિમ ઇલેવનમાં રમશે કે નહીં. 

બોલિંગમાં ટીમ કૃષ્ણપ્પા ગૌતમ અને શ્રેયસ ગોપાલથી સ્પિન વિભાગમાં તથા ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ અને જોફરા આર્ચરથી ફાસ્ટ બોલિંગ વિભાગમાં દમદાર પ્રદર્શનની આશા હશે. આર્ચરે ગત સિઝનમાં 15 વિકેટ ઝડપી હતી. બીજીતરફ પંજાબની ટીમ પણ જીતની સાથે લીગની શરૂઆત કરવા ઈચ્છશે. ટીમે ગત સિઝનમાં છ મેચોમાંથી પાંચમાં જીત મેળવી હતી. 

વેસ્ટઈન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ ગત સિઝનને ભુલાવીને આ વખતે શાનદાર શરૂઆત કરવા ઈચ્છશે. ગેલ, લોકેશ રાહુલની સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે. આ સિવાય મયંક અગ્રવાલ, કરૂણ નાયર અને મનદીપ સિંહ મધ્યમક્રમમાં પંજાબને મજબૂતી આપશે. એમ હેનરિક્સ, નિકોલસ પૂરન અને ડેવિડ મિલર ઓલરાઉન્ડર ખેલાડીઓની ભૂમિકા ભજવશે. 

બોલિંગમાં ટીમની પાસે અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ નબી, અંકિત રાજપૂત અને એંડ્રયૂ ટાય ફાસ્ટ બોલિંગને મજબૂતી આપશે જ્યારે કેપ્ટન અશ્વિન અને મુઝીબ ઉર રહમાન સ્પિન વિભાગમાં ટીમના પડકારને સંભાળશે. તમામની નજર સ્પિનર વરૂણ ચક્રવર્તી પર હશે, જેને પંજાબે આ વખતે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 

ટીમ
કિંગ્સ ઇલેવન પંજાબ
લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્ર્યૂ ટાઈ, મંયક અગ્રવાલ, અંકિત રાજપૂત, મજીબ-ઉર-રહેમાન, કરૂણ  નાયર, ડેવિલ મિલર અને રવિચંદ્રન અશ્વિન,  મંદીપ સિંહ, મોરિસ હેનરીકેસ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, સેમ કરન, હરદુ, વિઝલોન, અક્ષદીપ નાથ, દર્શન નલકાંડે, પ્રભસિમરન સિંહ, અગ્નિવેશ આયાચી, હરપ્રીત બરાર, મુર્ગન અશ્વિન.

રાજસ્થાન રોયલ્સઃ
અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, જોફરા આર્ચર, ઈશ સોઢી, કૃષ્ણપ્પા  ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમન બિડલા, એસ મિથુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ  ત્રિપાઠી, ધવલ કુલકર્ણી અને મહિપાલ તોમર,  જયદેવ ઉનડકટ, વરૂન આરોન, ઓશાને થોમસ, શશાંક સિંહ, લીમ લિવિન્ગસ્ટોને, શુભમ રંજાના, મનન વોહરા, અશ્ટોન ટર્નર, રિયાન પરાગ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news