IPL 2019: ક્રિસ ગેલની એક સલાહથી ખતરનાક બેટ્સમેન બની ગયો આંદ્રે રસેલ
આખરે રસેલ આટલો આક્રમક કેમ બની ગયો. આજથી ત્રણ વર્ષ પહેલા સુધી તે રમતો હતો પરંતુ આટલો આક્રમક અંદાજ નહતો. વર્ષ 2016 પહેલા તે બોલને હિટ જરૂર કરતો હતો પરંતુ આટલા છગ્ગા ફટકારવામાં અસમર્થ હતો.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીએલની આ સિઝનમાં ઘણા એવા બેટ્સમેન છે જે શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. પરંતુ કોલકત્તાના તોફાની બેટ્સમેન આંદ્રે રસેલ સૌથી વધુ ચર્ચામાં છે. રસેલ જે રીતે વિરોધી બોલરોની ધોલાઈ કરી રહ્યો છે અને સિક્સ ફટકારી રહ્યો છે તેનાથી તો લાગે છે કે બોલરો પાસે તેનો કોઈ તોડ નથી. આ સિઝનમાં અત્યાર સુધી રસેલે પોતાની તોફાની બેટિંગથી કેકેઆરને હારેલા મેચમાં વિજય અપાવ્યો છે. આ સિઝનના 35માં મેચમાં એકવાર ફરી રસેલે બેંગલોર વિરુદ્ધ તોફાની 65 રન ફટકાર્યા અને આ ઈનિંગમાં 9 સિક્સ ફટકારી હતી. રસેલે આ સિઝનમાં અત્યાર સુધી 39 સિક્સ ફટકારી છે. તે સરેરાશ એક મેચમાં 4 સિક્સ ફટકારી રહ્યો છે.
આખરે રસેલ આટલો આક્રમક કેમ બની ગયો. આજથી ત્રણ વર્ષ પહેલા સુધી તે રમતો હતો પરંતુ આટલો આક્રમક અંદાજ નહતો. વર્ષ 2016 પહેલા તે બોલને હિટ જરૂર કરતો હતો પરંતુ આટલા છગ્ગા ફટકારવામાં અસમર્થ હતો. હવે તે આટલો આક્રમક કેમ થઈ ગયો આ વિશે રસેલે ખુલાસો કર્યો છે. રસેલે જણાવ્યું કે, તેની આ હિટિંગની પાછળ ક્રિસ ગેલ છે કારણ કે તેની એક સલાહે મારી જિંદગી બદલી નાખી છે. રસેલ પ્રમાણે ગેલે તેને ભારે બેટનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
રસેલે કહ્યું કે, ગેલ પાસેથી ઘણું શીખ્યો છું અને તેની પાવર હિટિંગે મારી જિંદગીમાં પરિવર્તન લાગી દીધું છે. હું પહેલા હળવા બેટનો ઉપયોગ કરતો હતો અને તેનાથી હિટ કર્યા બાદ બોલ વધુ દૂર જતો નહતો. ટી20 વિશ્વકપ દરમિયાન ગેલ મારી પાસે આવ્યો અને તેણે કહ્યું કે, તું ભારે બેટનો ઉપયોગ કર કારણ કે, તારી પાસે વાપર છે. તું શાનદાર બેટ્સમેન છો. આ વાત 2016માં ભારતમાં રમાયેલા ટી20 વિશ્વકપની છે. આ વિશ્વકપમાં વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું. સેમીફાઇનલમાં રસેલે ભારત વિરુદ્ધ 43 રન ફટકાર્યા હતા.
મહત્વનું છે કે, રસેલ હવે ભારે બેટનો ઉપયોગ કરે છે અને સાથે તે પોતાની ફિટનેસ માટે પણ જાણીતો છે. તે જીમમાં ખુબ મહેનત કરે છે. રસેલે આ સિઝનમાં અત્યાર સુધી 353 રન બનાવ્યા છે. સૌથી મોટી વાત છે કે તે જે અંદાજમાં બેટિંગ કરે છે તેનાથી વિરોધી ટીમના બોલરો ડરમાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે