ISSF World Cup: ભારતના દિવ્યાંશ અને ઈલાવેનિલે 10 મીટર એર રાયફલ મિક્સ્ડ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં ચાલતા ISSF શુટિંગ વર્લ્ડ કપના ચોથા દિવસે ભારતે 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દિવ્યાંશ સિંહ અને ઈલાવેનિલ વલારિયાનની જોડીએ ફાઈનલમાં હંગેરીની ટીમને 16-10થી હરાવી. આ દિવ્યાંશનો આ ટુર્નામેન્ટમાં બીજો મેડલ છે. આ અગાઉ તેણે 10મી એર રાઈફલ મેન્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. ભારતે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ એમ કુલ 10 મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં હાલ ટોપ પર છે.
આ અગાઉ રવિવારે ભારતે 10 મીટર એર પિસ્તોલ મેન્સ અને વુમન્સ બંને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભારત તરફથી યશસ્વિની દેસવાલે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે 10મી એર પિસ્તોલ ટીમ ઈવેન્ટ અને વુમન્સ સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
International Shooting Sport Federation (ISSF) World Cup: Indian bags gold medal in 10m air rifle mixed team event.
— ANI (@ANI) March 22, 2021
વર્લ્ડ કપમાં 53 દેશોના 297 શુટર્સે ભાગ લીધો છે
શુક્રવારે શરૂ થયેલા ISSF શુટિંગ વર્લ્ડ કપ ઈવેન્ટમાં 53 દેશોના 297 શુટર્સે ભાગ લીધો છે. જેમાં ભારતના 57 શુટર્સ સામેલ છે. અમેરિકા, કોરિયા, UAE, પાકિસ્તાન સહિત અનેક દેશોના શુટર્સ દિલ્હીમાં બાયો બબલમાં છે. જ્યારે જાપાન, ચીન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, મલેશિયા અને કુવૈતના શુટર્સ સામેલ થયા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે