INDvsAUS: વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં પહેલીવાર ભારતમાં સીરીઝ હારી ટીમ ઇન્ડિયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ બેંગલુરૂ (Bengaluru T20)માં રમાઇ હતી. ભારતે આ મેચમાં વિરાટ કોહલી (72)ની ફિફ્ટીના લીધે ચાર વિકેટ પર 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મૈક્સવેલ (Glenn Maxwell) એ આ મેચમાં 113 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી.

INDvsAUS: વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં પહેલીવાર ભારતમાં સીરીઝ હારી ટીમ ઇન્ડિયા

બેગલુરૂ: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેંડ પ્રવાસ દરમિયાન ધમાકેદાર પ્રદર્શન કરનાર ટીમ ઇન્ડિયાને પોતાના જ ઘરમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મેજબાન ભારતને બુધવારે (27 ફેબ્રુઆરી) બીજી ટી20 મેચમાં સાત વિકેટથી હરાવી દીધું. આ સાથે જ તેને બે મેચોની સીરીઝ (India vs Australia) 2-0થી પોતાના નામે કરી લીધી. ઓસ્ટ્રેલિયાએ ભારતમાં પહેલીવાર ટી20 સીરીઝ જીતી છે. ભારતીય ટીમ વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશિપમાં પહેલીવાર પોતાના ઘરે જ કોઇ સીરીઝ હારી હોય.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ બેંગલુરૂ (Bengaluru T20)માં રમાઇ હતી. ભારતે આ મેચમાં વિરાટ કોહલી (72)ની ફિફ્ટીના લીધે ચાર વિકેટ પર 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મૈક્સવેલ (Glenn Maxwell) એ આ મેચમાં 113 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં 19.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધી. મહેમાન ટીમે ત્રણ વિકેટ પર 194 રન બનાવ્યા. મૈક્સવેલને મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ આપવામાં આવ્યો.

આ જીત સાથે જ વિરાટ કોહલીનો ઘરેલૂ મેદાન પર બધા ફોર્મેટની સીરીઝમાં અજય રહેવાના રેકોર્ડ પર વિરામ લગાવી દીધો. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતે આ પહેલાં બધા ફોર્મેટમાં ગત 15 સીરીઝમાંથી 14માં જીત નોંધાવી હતી. જ્યારે એક ડ્રો રહી હતી. વિરાટ કોહલીએ પહેલીવાર 2015માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કેપ્ટનશિપ કરી હતી. 

આ મેચની વાત કરીએ તો ભારતીય ટીમ ત્રણ ફેરફાર સાથે ઉતરી. તેણે રોહિત શર્માને આરામ આપ્યો. ઉમેશ યાદવ અએન મયંક માર્કંડેયને પ્લેઇંગ ઇલેવનથી બહાર કરી દેવામાં આવ્યો. આ ત્રણેય જગ્યાએ ક્રમશ: શિખર ધવન, સિદ્ધાર્થ કૌલ અને વિજય શંકરનો સમાવેશ કરવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયાએ પહેલાં ટી20 મેચની પોતાની ટીમમાં કોઇ ફેરફાર કર્યો નહી.

ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી. ભારત તરફથી વિરાટ કોહલી ઉપરાંત કેએલ રાહુલ (26 બોલમાં 47 રન) અને એમએસ ધોની (23 બોલમાં 40 રન)ની ઇનિંગ રમી. વિરાટ કોહલીએ 38 બોલમાં બે ચોગ્ગા અને છ સિક્સરની મદદથી અણનમ 72 રન ફટકાર્યા. આ તેમનો રેકોર્ડ 20મી ફિફ્ટી છે. ધોનીએ પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી. રાહુલે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી. વિરાટ કોહલી અને ધોનીએ ચોથી વિકેટ માટે 100 રન ફટકાર્યા.

ઓસ્ટ્રેલિયાએ મૈક્સવેલના દમ પર ભારતીય બેટ્સમેનના પ્રયત્નો પર પાણી ફરી વળ્યું. તેના દ્વારા મૈક્સવેલે 55 બોલમાં અણનમ 113 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને નવ સિક્સર સામેલ છે. તેમણે ડિઆર્સી શોર્ટ (28 બોલમાં 40)ની સાથે ત્રીજી વિકેટ માટે 73 અને પીટર હૈડ્સકોમ્બની સાથે ચોથી વિકેટ માટે 99 રનની અણનમ ભાગીદારી કરી. તેમાં હેડ્સકોમ્બનું યોગદાન અણનમ 20 રનનું હતું. માર્ક્સ સ્તોઇનિસ સાત અને એરોન ફિંચસ આઠ રન બનાવીને આઉટ થયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news