ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધોનીની ટી20મા વાપસી

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી  છે. 
 

 ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધોનીની ટી20મા વાપસી

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ 12 જાન્યુઆરીથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. હાલમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે, જેનો ત્રીજો ટેસ્ટ મેચ બુધવારથી શરૂ થશે. વનડે ટીમમાં કેદાર જાધવ અને હાર્દિક પંડ્યાની વાપસી થી છે. તો મહેન્દ્ર સિંહ ધોનીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

આ પસંદગીમાં સૌથી ખાસ વાત એમએસ ધોનીની ટી20 સિરીઝમાં વાપસી છે. ધોની આ પહેલા બે ટી20 સિરીઝ, વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમમાંથી બહાર હતો. તો વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝમાં રમેલા કૃણાલ પંડ્યાને પણ ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. 
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ આગામી વર્ષે 12 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થશે. ત્યારબાદ બીજી વનડે 15 તારીખે એડિલેડમાં, જ્યારે સિરીઝની અંતિમ વનડે 18 તારીખે મેલબોર્નમાં રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ વનડે મેચોની સિરીઝ 23 જાન્યુઆરીથી રમાશે. જે ત્રણ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પ્રવાસના અંતમાં 6, 8 અને 10 ફેબ્રુઆરીએ ત્રણ મેચોની ટી20 સિરીઝ પણ રમાશે. 

વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, મોહમ્મદ શમી. 

— BCCI (@BCCI) December 24, 2018

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ટીમ
વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ચહલ, ભુવનેશ્વર કુમાર, બુમરાહ, ખલીલ અહમદ. 

— BCCI (@BCCI) December 24, 2018

આ પસંદગીમાં ધોનીની ટી20માં વાપસી સિવાય કોઈ ચોંકાવનારી વાત નથી. કોચ શાસ્ત્રી પણ કહી ચુક્યા છે કે, હવે ટીમ ઈન્ડિયા વિશ્વ કપ સુધી પ્રયોગ કરશે નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news