ઓસ્ટ્રેલિયા સામે રમાનારી T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ધુંઆધાર ખેલાડી છે કેપ્ટન

વર્લ્ડ કપ પુરો થઈ ચુક્યો છે પણ ક્રિકેટનો રોમાન્ચ હજુ ખતમ નથી થયો. વર્લ્ડ કપ બાદ હવે રમાશે ટી-20 સીરીઝ. ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરીઝને લઈને ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા સામે રમાનારી T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ધુંઆધાર ખેલાડી છે કેપ્ટન

India's squad for t20 international series: આગામી 23 તારીખથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થતી ટી-20 સીરીઝને લઈને ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ધુંઆધાર બેટ્સમેન સુર્યકુમાર યાદવને કેપ્ટનશીપ આપવામાં આવી છે. જ્યારે શ્રેયશ ઐય્યરને છેલ્લી બે મેચોમાં વાઈસ કેપ્ટન તરીકે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ટીમમાં ધુંઆધાર ઓપનપ ઈશાન કિશનને પણ સ્થાન આપવામાં આવ્યું છે, અને વર્લ્ડ કપની સ્કોડમાં છેલ્લે છેલ્લે એન્ટ્રી કરનારા પ્રસિદ્ધ કૃષ્ણાને પણ અહીં મોકો અપાયો છે. 

ઉલ્લેખનીય છેકે, પાંચ મેચની આ સીરીઝમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવી મોટી તક છે. આ સીરીઝમાં વર્લ્ડ કપમાં રમેલાં તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જેથી વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ સહિતના કોઈ ખેલાડી આ સીરીઝમાં નહીં દેખાય. જોકે, ટીમ ઈન્ડિયાની ટી-20 માટેની આ યંગ સ્કોડ પણ ટેલેન્ટથી ભરપુર છે.

 

— BCCI (@BCCI) November 20, 2023

 

T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતઃ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જાયસવાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, મુકેશ કુમાર. 

ભારત-ઓસ્ટ્રેલિયા ટી20 સિરીઝ કાર્યક્રમ:
23 નવેમ્બર, પ્રથમ ટી20, વિશાખાપટ્ટનમ
26 નવેમ્બર, બીજી ટી20, તિરૂવનંથપુરમ
28 નવેમ્બર, ત્રીજી ટી20, ગુવાહાટી
1 ડિસેમ્બર, ચોથી ટી20, રાયપુર
3 ડિસેમ્બર, પાંચમી ટી20, બેંગલુરૂ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news