OLYMPICS માં આ ભારતીય ખેલાડીઓ અન્ય દેશ માટે ઉતરશે મેદાને! જાણો એવું તો શું થયું

જાપાનમાં રમાનારા ટોક્યો ઓલિમ્પિક પર દુનિયાની નજર છે. ભારત સહિત દુનિયાભરના દેશો આ ખેલમહાકુંભમાં ભાગ લઈ રહ્યાં છે.

OLYMPICS માં આ ભારતીય ખેલાડીઓ અન્ય દેશ માટે ઉતરશે મેદાને! જાણો એવું તો શું થયું

નવી દિલ્લીઃ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ઘણા ભારતીય મૂળના ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ જેવા દેશ જેમાં NRIની સંખ્યા વધારે તેમાંથી મેદાને ઉતરશે. આજે અમે તમને ટોક્યોમાં ભાગ લઈ રહેલાં ભારતીય મૂળના ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે.

કેનેડા:
1. સુખી પાનેસર - સુખી પાનેસર પંજાબના લુધિયાણામાં જન્મેલા બલબીર સિંહ પાનેસરના પુત્ર છે. સુખી કેનેડા હૉકી ટીમનો ખેલાડી છે. જેના 2 સગા ભાઈ છે, બલરાજ અને મનજીવન તે બંને પણ હૉકી પ્લેયર છે. 2015ના અમેરિકન ગેમ્સમાં સુખી સિલ્વર મેડલ જીતી ચુક્યો છે. જ્યારે, 2016ના રિયો ઓલિમ્પિકમાં પણ સુખી કેનેડા માટે હૉકી રમી ચુક્યો છે.

2. કિગાન પરેરા - કિગાન પરેરા પણ કેનેડીયન હૉકી ટીમનો ખેલાડી છે. કિગન 2010થી કેનેડાની હૉકી ટીમનો ભાગ છે. કિગાન 2010ના હૉકી વર્લ્ડ કપમાં કેનેડાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે. કિગાન 2014 કોમનવેલ્થ ગેમ્સ, 2018 વર્લ્ડ કપ અને 2019 પેન અમેરિકન ગેમ્સમાં ભાગ લઈ ચુક્યો છે. આ કિગાનનો બીજો ઓલિમ્પિક છે.

3. ગુરપ્રીત સોહી - ગુરપ્રીત સોહી વોટર પોલોની ખેલાડી છે. અને તેનો પરિવાર મૂળ ભારતીય છે. ગુરપ્રીત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે. ગુરપ્રીત કેનેડા તરફથી પ્રથમ વખત કેનેડા તરફથી ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહી છે. અગાઉ તે 2018 વોટર પોલો વર્લ્ડ કપમાં કેનેડાનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. જ્યારે, 2017, 2018 અને 2019માં વોટર પોલો વર્લ્ડ લીગમાં પણ કેનેડા માટે રમી ચુકી છે.

4. અમર ઢેસી - રેસલર અમર ઢેસીના પિતા ભારતના ટોપના ખેલાડી હતા. તેના પિતા ગ્રીકો રોમન રેસલર હતા. અને તેઓ ભારતના નેશનલ ચેમ્પિયન પણ રહી ચુક્યા હતા. ત્યારબાદ, તેમના પિતા કેનેડા શિફ્ટ થઈ ગયા. ત્યારે, અમર પણ તેના પિતાની જેમ રેસલર છે. જે 125 કિલોગ્રામ વર્ગમાં કેનેડા માટે મેટ પર લડશે.

ન્યૂઝીલેન્ડ:
1. જેરેડ પંચીયા - જેરેડનો સમગ્ર પરિવાર એક સમયે હૉકી રમી ચુક્યું છે. જેમાં, અરૂણ પણ ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન રહી ચુક્યા છે. જેરેડ 2018માં ન્યૂઝીલેન્ડ માટે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી ચુક્યા છે. 1920માં જેરેડના દાદા ગુજરાતથી ન્યૂઝીલેન્ડ શીફ્ટ થયા હતા. 2013થી જેરેડ પંચીયા ન્યૂઝીલેન્ડ માટે રમી રહ્યો છે.  

અમેરિકા:
1. નિખીલ કુમાર - આ 17 વર્ષીય ટેબલ ટેનિસનો ખેલાડી ગત વર્ષે ચર્ચામાં આવ્યો હતો. નિખીલે 2013થી ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી અને અમેરિકાના ઓલિમ્પિક ટ્રાયલમાં બાજી મારી હતી. નિખીલ મૂળ કેરળનો છે અને તે પ્રથમ અમેરિકન પ્લેયર છે. જે અમેરિકાને આટલી નાન ઉંમરે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે.

2. કનક ઝા - કનક માત્ર 16 વર્ષનો હતો. જ્યારે, તેણે 2016ના રિયો ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કનક ઝા નિખીલ કુમાર સાથે મેન્સ ટેબલ ટેનિસની રમતમાં ભાગ લેશે. 2016થી 2019 સુધી કનક અમેરિકા દરેક નેશનલ મેડલ જીતી ચુક્યો છે. અને અમેરિકાનો નંબર ટેબલ ટેનિસ પ્લેયર છે. કનક ઝાના પિતા ગુજરાતથી છે અને માતા મુંબઈથી.

3. રાજીવ રામ - ટેનિસનું જાણીતું નામ રાજીવ રામ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચુક્યા છે. વિનસ વિલ્યમ્સ સાથે રાજીવ રામે ટીમ બનાવી હતી. રાજીવના માતા-પિતા મૂળ બેંગ્લોરના છે. રાજીવ રામ 2019 અને 2021ના ઓસ્ટ્રેલિયન ઓપનમાં ડબ્લ્સ ટીમમાં જીતી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news