Rahul Dravid: IPLને કારણે હાર્યા WTC ફાઈનલ? કોચ દ્રવિડના નિવેદનથી ક્રિકેટ જગતમાં બબાલ!
Rahul Dravid Statement: ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final-2023)ના ફાઈનલ મુકાબલામાં હારી ગઈ. ભારતને ઓસ્ટ્રેલિયાએ 209 રનના મોટા અંતરથી પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે હારના કારણો પર ચર્ચા કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Indian Coach Rahul Dravid Statement: ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (WTC Final-2023) મેચમાં રવિવારે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને પરાજય આપીને પ્રથમવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid)હારના કારણો પર ચર્ચા કરી છે.
WTC ફાઈનલમાં ભારતનો શરમજનક પરાજય
લંડનના કેનિંગટન ઓવલ મેદાન પર રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતી ઈનિંગમાં 469 રન બનાવ્યા, ત્યારબાદ ભારત 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ 8 વિકેટ પર 270 રન બનાવી ડિકલેર કરી હતી. ત્યારબાદ ભારતને 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
શું બોલ્યા કોચ રાહુલ દ્રવિડ?
હાર બાદ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યુ- ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ સારૂ પ્રદર્સન કર્યું. આ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં જીત હાસિલ કરી છે. કેટલીક વિકેટ ખુબ પડકારજનક રહી છે. હું માનું છું કે આ સારી પિચ હતી પરંતુ કેટલીક અન્ય જગ્યાઓ પર તે મુશ્કેલ રહે છે. ભારતની પિચ કડક રહી છે. તેને ધ્યાનમાં રાખતા માત્ર અમારા માટે નહીં, દુનિયાભરમાં એવરેજ નીચે આવી છે. કોઈ નથી ઈચ્છતું કે બોલ પ્રથમ બોલથી વિકેટ ટર્ન થાય પરંતુ જ્યારે તમે 1-1 પોઈન્ટ માટે રમી રહ્યાં છો તો આવી સ્થિતિમાં જોખમ ઉઠાવવું પડે છે. માત્ર અમે જોખમ ઉઠાવી રહ્યાં નથી. ઓસ્ટ્રેલિયા જુઓ, ત્યાંની પિચો. ક્યારેક તમારા પર દરેક મેચમાં પોઈન્ટ મેળવવાનો દબાવ હોય છે.
ન થઈ શકી તૈયારી!
ભારતના આ પૂર્વ દિગ્ગજ બેટરે આ મહત્વની મેચની તૈયારીને લઈને પણ વાત કરી છે. તેણે કહ્યું, 'પર્યાપ્ત તૈયારીના સંદર્ભમાં, હું કહીશ કે આ વાસ્તવિકતા છે જેનો અમે સામનો કરી રહ્યા છીએ. ત્રણ અઠવાડિયા પહેલા અહીં (લંડન) આવવું અને પ્રેક્ટિસ મેચ રમવી એ આદર્શ હતું પરંતુ આપણે જે કરી શકીએ તે કરવું પડશે. એવું ન વિચારો કે આપણે બહાના બનાવવા પડશે. વાસ્તવમાં, આ મહત્વપૂર્ણ મેચ પહેલા રોહિત શર્મા સહિત ઘણા ભારતીય ખેલાડીઓ IPL રમી રહ્યા હતા. જેના કારણે તેને લંડન પહોંચવામાં વિલંબ થયો હતો. પછી ટી20 ફોર્મેટમાંથી ટેસ્ટની તૈયારી કરવાનો સમય નહોતો કારણ કે એક પણ પ્રેક્ટિસ મેચ નહોતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે