Tokyo માં શાનદાર પ્રદર્શન બાદ આજે ભારત પરત ફરશે એથ્લીટ, અશોકા હોટલમાં થશે મેડલ વિનર્સનું સન્માન

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ મેજર ધ્યાન ચંદ સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન કર્યુ છે, જેમાં ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. 

Tokyo માં શાનદાર પ્રદર્શન બાદ આજે ભારત પરત ફરશે એથ્લીટ, અશોકા હોટલમાં થશે મેડલ વિનર્સનું સન્માન

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય એથ્લીટ આજે સ્વદેશ પરત ફરશે. દેશ માટે મેડલ જીતનાર બધા ખેલાડીઓનું આજે સાંજે અશોકા હોટલમાં આયોજીત એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. જાણકારી અનુસાર આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા ખેલાડીઓ સાથે ચર્ચા કરશે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સામેલ છે. 

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ મેજર ધ્યાન ચંદ સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન કર્યુ  હતું, પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે હવે કાર્યક્રમ અશોકા હોટલમાં યોજાશે. જેમાં ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ સાંજે 6.30 કલાકે શરૂ થશે. કાર્યક્રમમાં કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરની સાથે પૂર્વ ઓલિમ્પિક ખેલાડી અને ભારત સરકારના અધિકારી હાજર રહેશે. 

ટોક્યોથી આજે પરત ફરશે ભારતીય એથ્લીટ
ટોક્યોથી આજે ગોલ્ડન બોય નીરજ ચોપડા, પુરૂષ અને મહિલા હોકી ટીમ, બજરંગ પૂનિયા અને ટ્રેક એન્ડ ફીલ્ડની ઇવેન્ટમાં સામેલ એથ્લીટ આવી રહ્યા છે. આ બધા આજે સાંજે 5.15 કલાકે દિલ્હી એરપોર્ટ પહોંચશે. જ્યાંથી તમામ એથ્લીટ સીધા અશોકા હોટલ પહોંચશે.

આ સિવાય અન્ય મેડલ વિજેતા ભારતીય એથ્લીય પહેલાથી સ્વદેશ પરત ફરી ચુક્યા છે. મીરાબાઈ ચાનૂ, પીવી સિંધુ, રવિ દહિયા અને લવલીના બારગોહેન આ બધા આજે કાર્યક્રમમાં સામેલ થશે. જાણકારી અનુસાર સાંજે 6.30 કલાકે આ સન્માન સમારોહની શરૂઆત થઈ શકે છે. 

ભારતે ટોક્યોમાં જીત્યા છે સાત મેડલ
ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા છે, જે એક ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારત માટે નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં ગોલ્ડ, મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર, રેસલર રવિ દહિયાએ રેસલિંગમાં સિલ્વર, પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ, લવલીનાએ બોક્સિંગમાં બ્રોન્ઝ, બજરંગ પૂનિયાએ કુશ્તીમાં બ્રોન્ઝ અને પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news