INDvsWI: માત્ર 46 ઓવરમાં તિરૂવનંતપુરમ વનડે પૂરી, ભારતનો 3-1થી શ્રેણી વિજય
પહેલી જ ઓવરમાં ભુવનેશ્વર કુમારે ટીમ ઇન્ડિયાને પહેલી સફળતા આપવી હતી. ભૂવનેશ્વર કુમારે પાવેલને શૂન્ય રન પર વિકેટની પાછળ એમએસ ધોનીના હાથે કટ આઉટ કરાવ્યો હતો.
Trending Photos
તિરૂવનંતપુરમઃ ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે તિરૂવનંતપુરમમાં રમાયેલી શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્માના 63* અને કેપ્ટન કોહલીના 33* રનની મદદથી ભારતે માત્ર 14.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ભારતે એકમાત્ર વિકેટ શિખર ધવનની ગુમાવી હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 104 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 105 રનનો લક્ષ્ય આપ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ 104 રનમાં ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 31.5 ઓવરમાં 104 રને સમેટાઇ ગઈ અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 105 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના ત્રણ બેટ્સમેનો જ બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. વિન્ડિઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ડરે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. આ સિવાય માર્લોન સૈમુઅલ્સે 24 રન અને રોવમૈન પોવેલે 16 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરથી રવીન્દ્ર જાડેજા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 38 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાહ અને ખલીલ અહમદને બે-બે તથા કુલદીપ અને ભુવનેશ્વર કુમારને 1-1 વિકેટ મળી હતી.
વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઝટકો ભુવનેશ્વર કુમારે આપ્યો, જ્યારે તેણે કીરોન પોવેલને ધોનીના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ બુમરાહે શાઈ હોપને આઉટ કરીને પ્રવાસી ટીમને બીજો ઝટકો આપ્યો હતો.
માર્લોન સૈમુઅલ્સને જાડેજાએ કોહલીના હાથે કેચઆઉટ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ શિમરોન હેટમેયર પણ જાડેજાનો બીજો શિકાર બન્યો હતો.
ખલીલ અહમદે ઓપનિંગ બેટ્સમેન રોવમૈન પોવેલ (16)ને શિખર ધવનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝના કેપ્તાન જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હોલ્ડરે ટોસ જીત્યા બાદ કહ્યું કે તેઓ પહેલા બેટિંગ કરી સામેની ટીમ પર દબાણ બનાવવા માંગે છે. હોલ્ડે જણાવ્યું કે નર્સ ઇજાગ્રસ્ત હોવાથી આ સીરીઝથી બહાર થઇ ગયો છે. અમારે બેસ્ટ ટીમને હરાવવા માટે નિરંતર રહેવાની જરૂર છે.
આ પ્રકારે છે મેચમાં ટીમ:
ભારત: વિરાટ કોહલી (કેપ્તાન), રોહિત શર્મા (ઉપ-કેપ્તાન), શિખર ધનવ, અંબાતી રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને ખલીલ અહમદ.
વેસ્ટ ઇન્ડીઝ: જેસન હોલ્ડર (કેપ્તાન), ફાબિયાન એલેન, દેવેન્દ્ર બિશૂ, શિમરોન હેટમાયેર, શાઇ હોપ (વિકેટ કીપર), કેરન પાવેલ, કીમો પોલ, રોવમેન પોવેલ, કેમર રોચ, માર્લન સેમુઅલ્સ, ઓશાને થોમસ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે