હાર્દિક પંડ્યા સેલ્ફિશ! રાહુલે છગ્ગો ફટકારી ભારતને અપાવી જીત છતાં નહોતો ખુશ, જુઓ VIDEO

Team India: વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ખેલાડીને ભારતની જીતનો સૌથી મોટો અને અસલી હીરો ગણાવ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, 'જ્યારે અમે પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી ત્યારે હું નર્વસ થઈ ગયો હતો.'

હાર્દિક પંડ્યા સેલ્ફિશ! રાહુલે છગ્ગો ફટકારી ભારતને અપાવી જીત છતાં નહોતો ખુશ, જુઓ VIDEO

Rohit Sharma Statement: ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023ની તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી વિશ્વની સૌથી મજબૂત ટીમને 6 વિકેટથી હરાવીને આ ICC ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે. વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાને હરાવવું એ ટીમ ઈન્ડિયા માટે ઘણો અર્થ છે, કારણ કે કાંગારુ ટીમ ખિતાબના પ્રબળ દાવેદારની યાદીમાં સામેલ છે. વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ખુશીથી ઉછળી પડ્યો હતો. 

આ મેચમાં કે. એલ. રાહુલ 97 રને અણનમ રહ્યો હતો. જેને સદી પૂરી કરવાની તક હતી પણ હાર્દિક પંડ્યાએ ફટકાવાળી કરતાં રાહુલ તેની સદીથી વંચિત રહી ગયો હતો. જેણે પોતાની સ્પીચમાં પણ એ કબૂલ્યું કે તે છગ્ગો ફટકારવા માગતો ન હતો. તે ચોગ્ગો ફટકારીને ફરી છગ્ગો કે ચોક્કો ફટકારવા માગતો હતો પણ બોલ બાઉન્ડ્રી કૂદાવી ગયો હતો. આખરે તે 3 રનથી સદીથી વંચિત રહી જતાં મેદાન વચ્ચે જ બેસી ગયો હતો. જેના ચહેરા પર સદી ન ફટકારવાની સાફ હતાશા દેખાતી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હોવા છતાં સદી ન થઈ હોવાનો અફસોસ તેના ચહેરા પર જોવા મળ્યો હતો. 

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ કેપ્ટન રોહિત આનંદમાં
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ખેલાડીને ભારતની જીતનો સૌથી મોટો અને અસલી હીરો ગણાવ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, 'જ્યારે અમે પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી ત્યારે હું નર્વસ થઈ ગયો હતો. અમે આ સમયગાળા દરમિયાન ખરાબ શોટ રમ્યા હતા. આનો શ્રેય ઓસ્ટ્રેલિયન બોલરોને આપવો જોઈએ. જો કે ત્યારબાદ રાહુલ અને કોહલીએ શાનદાર રમત બતાવી હતી.

આ ખેલાડીને સૌથી મોટો હીરો કહ્યો
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાને ઓછા સ્કોર સુધી રોકવા માટે બોલરો અને ફિલ્ડરોની પ્રશંસા કરી હતી. રોહિત શર્માએ કહ્યું, 'વર્લ્ડકપની આ રીતે શરૂઆત કરવી શાનદાર છે. અમે ફિલ્ડિંગમાં સુધારો કરવા માટે સખત મહેનત કરી છે અને આજે ટીમે આ મામલે સારું પ્રદર્શન કર્યું છે. અમારા ખેલાડીઓએ આ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવ્યો.ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે તેમની ટીમે 50 રન ઓછા બનાવ્યા હતા. પેટ કમિન્સે કહ્યું, 'હું માનું છું કે અમારી ટીમે 50 રન ઓછા બનાવ્યા. આ પીચ પરથી સ્પિનરોને મદદ મળી રહી હતી. ભારતીય ટીમ પાસે સારા બોલરો છે. અમારી ટીમમાં માત્ર બે સ્પિનરો હતા, પરંતુ જો અમે 250ની આસપાસ સ્કોર કર્યો હોત તો ઘણો ફરક પડી શક્યો હોત.

કોહલીએ ટેસ્ટ મેચની જેમ બેટિંગ કરવાની સલાહ આપી 
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અણનમ 97 રનની ઇનિંગ રમનાર અને વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ભારતને છ વિકેટની યાદગાર જીત અપાવનાર લોકેશ રાહુલે કહ્યું કે શરૂઆતની ઓવરોમાં વિકેટો પડી ગયા બાદ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની મદદથી તેમને જીત અપાવી હતી. રાહુલને કોહલીએ ટેસ્ટ મેચની જેમ બેટિંગ કરવાની સલાહ આપવામાં આવી હતી. રાહુલ તેની સદી ચૂકી ગયો હતો પરંતુ ટીમે બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધા બાદ તેણે કોહલી (116 બોલમાં 85 રન) સાથે ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરીને ભારતને પ્રભુત્વ આપ્યું હતું.

ત્રણ વિકેટ પડી ત્યારે હું સ્નાન કરીને ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો.
ભારતીય ટીમે જીત માટે 200 રનનો ટાર્ગેટ 52 બોલ બાકી રહેતા ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મેન ઓફ ધ મેચ રાહુલે મેચ બાદ કહ્યું, 'હું અને કોહલી વધારે વાત કરતા ન હતા. હું શરૂઆતમાં સુરક્ષિત રીતે રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે ત્રણ વિકેટ પડી ત્યારે હું સ્નાન કરીને ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો.’ તેણે કહ્યું, ‘કોહલીએ મને કહ્યું હતું કે આપણે જોખમ વિના શોટ ફટકારીને થોડો સમય ટેસ્ટ ક્રિકેટની જેમ રમવું પડશે. ઈનિંગ્સની શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ મળી રહી હતી, પરંતુ બાદમાં ઝાકળને કારણે બેટિંગ માટે સ્થિતિ સરળ બની ગઈ હતી.

'100 રન સુધી પહોંચી શકે છે'
સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી જનાર આ બેટ્સમેને સદી ગુમાવવા વિશે કહ્યું, 'હું અંતિમ ક્ષણોમાં વિચારી રહ્યો હતો કે હું 100 રન સુધી કેવી રીતે પહોંચી શકું. મેં વિચાર્યું કે જો એક ફોર અને એક સિક્સર ફટકારવામાં આવે તો તે શક્ય બની શકે છે. મેં ચોગ્ગો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલે બેટ સાથે વધુ સારી રીતે સંપર્ક કર્યો. મને તેનો કોઈ અફસોસ નથી, હું બીજી વખત બીજી સદી ફટકારીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news