JNU માં લેફ્ટ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણ, સમગ્ર કેમ્પસમાં પોલીસનો ખડકલો

JNU કેમ્પસમાં જેએનયુએસયૂના અધ્યક્ષ આઇશી ઘોષ પર રવિવારે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરનાં ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા હતા. લેફ્ટનાં વિદ્યાર્થી એકમે હુમલાનાં આરોપ આરએસએસનાં વિદ્યાર્થી એકમ એબીવીપી પર લગાવ્યો છે.

JNU માં લેફ્ટ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણ, સમગ્ર કેમ્પસમાં પોલીસનો ખડકલો

નવી દિલ્હી : JNU કેમ્પસમાં જેએનયુએસયૂના અધ્યક્ષ આઇશી ઘોષ પર રવિવારે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરનાં ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા હતા. લેફ્ટનાં વિદ્યાર્થી એકમે હુમલાનાં આરોપ આરએસએસનાં વિદ્યાર્થી એકમ એબીવીપી પર લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફી વધારોનાં નિર્ણય વિરુદ્ધ બે મહિનાથી જેએનયુનાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આઇશીએ મીડિયાને જણાવ્યું કે, મને ખુબ જ ક્રૂરતા સાથે માસ્ક પહેરીને આવેલા ગુંડાઓએ હુમલો કર્યો. મારુ લોહી વહી રહ્યું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર લેફનાં વિદ્યાર્થી એકમનાં કાર્યકર્તા અને જેએનયુનાં ટીચર્સ ફી વધારાનાં મુદ્દે પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન મારપીટ થઇ છે. જો કે આ ઘટનામાં અનેક ઘાયલ થયા હોવાની કોઇ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ નથી. 

મળતી માહિતી અનુસાર મોટા પ્રમાણમાં લોકો માસ્ક લગાવીને ગુંડા ઘુસ્યા અને તેમણે લાઠી વડે હુમલો કર્યો. આ દરમિયાન ટીચર્સ પર પણ હુમલો કરવામાં આવ્યો છે અને ત્યાં રહેલી ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી છે. ઘટના અંગેનાં કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ લાઠી લઇને ફરી રહ્યા છે. બીજી તરફ બોલિવુડ અભઇનેત્રી અને જેએનયુનાં પૂર્વ વિદ્યાર્થી સ્વરા ભાસ્કરે આ મુદ્દે ટ્વીટ કર્યું અને પુછ્યું કે યુનિવર્સિટીમાં આ બધુ શું ચાલી રહ્યું છે. 

— ANI (@ANI) January 5, 2020

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કથિત રીતે કેટલાક વિદ્યાર્થીઓ માસ્ક લગાવીને સેન્ટર ફોર ઇન્ફોર્મેશનની ઓફીસમાં ઘુસી ગયા હતા અને સરવરમાં પણ ગોટાળો કર્યો હતો. જેના કારણે ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં વિદ્યાર્થીને સમસ્યા સામે લડવું પડ્યું હતું. બીજી તરફ યુનિવર્સિટી તંત્રએ તે વિદ્યાર્થીઓની વિરુદ્ધ કાર્યવાહીની વાત કરવામાં આવી છે. જો કે આ ઘટનાને કારણે ફરી એકવાર જેએનયુ કેમ્પસ વિવાદમાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news