IND vs SL: પુણેમાં બની શકે છે આ ખાસ રેકોર્ડ, કોહલી અને બુમરાહ પાસે તક

વધુ 1 રન બનાવતા આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન તરીકે 11,000 રન પૂરા કરનાર બીજો ભારતીય અને કુલ છઠ્ઠો ખેલાડી બની જશે વિરાટ કોહલી. 

IND vs SL: પુણેમાં બની શકે છે આ ખાસ રેકોર્ડ, કોહલી અને બુમરાહ પાસે તક

પુણેઃ ભારત અને શ્રીલંકા (india vs sri lanka)વચ્ચે 3 મેચોની ટી-20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં (MCAS) આજે સાંજે 7 કલાકથી રમાશે. આ મેદાન પર ભારતીય ટીમના નિશાન પર ઘણા રેકોર્ડ હશે. ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (jasprit bumrah) પર પણ બધાની નજર રહેશે. આવો જાણીએ આ મેચમાં ક્યાં-ક્યાં રેકોર્ડ બની શકે છે.. 

1 હજાર રન બનાવતા 11 હજારી બની જશે કેપ્ટન વિરાટ
વધુ 1 રન બનાવતા આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન તરીકે 11,000 રન પૂરા કરનાર બીજો ભારતીય અને કુલ છઠ્ઠો ખેલાડી બની જશે વિરાટ કોહલી. એમએસ ધોનીના નામે કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય મેચોમાં 11207 રન છે. 

નવા રેકોર્ડની નજીક બુમરાહ
જસપ્રીત બુમરાહ ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બનવાની નજીક છે. તે આજની મેચમાં વધુ એક વિકેટ ઝડપતા આ સિદ્ધિ હાસિલ કરી શકે છે. આ સમયે રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલની સાથે 52 વિકેટ ઝડપીને બુમરાહ સંયુક્ત રૂપે પ્રથમ નંબર પર છે. બુમરાહે 44 મેચોમાં 52 વિકેટ ઝડપી છે. ચહલે 36 અને અશ્વિને 46 મેચોમાં આટલી વિકેટ ઝડપી છે. 

રેકોર્ડ જીત
12 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે ભારતે શ્રીલંકા વિરુદ્ધ જે ભારતીય ટીમનો કોઈપણ ટીમ વિરુદ્ધ સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ જીતવાનો રેકોર્ડ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 11 અને બાંગ્લાદેશને 10 વખત ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં હરાવ્યું છે. આજે જ્યારે મેચ રમાશે ત્યારે ભારત જીતની સાથે પોતાનો રેકોર્ડ મજબૂત કરવા ઈચ્છશે. 

ભારતની નજર 12મી સિરીઝ જીત પર
11 છેલ્લી સતત દ્વિપક્ષીય સિરીઝ ભારતે શ્રીલંકા વિરુદ્ધ તમામ ફોર્મેટમાં મળીને. આ સિલસિલો જુલાઈ, 2012માં શરૂ થયો હતોજ્યારે ભારતે શ્રીલંકામાં 5 મેચોની વનડે સિરીઝ 4-1થી જીતી હતી. જો આજની જીત મેળવશે તો શ્રીલંકા વિરુદ્ધ આ 12મી સતત દ્વિપક્ષીય સિરીઝ ભારતના નામે થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news