IND vs SA: વિશ્વકપ પહેલા આફ્રિકા સામે ટકરાશે ભારત, બુધવારે પ્રથમ T20, જુઓ બંને ટીમનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયા ટી20 વિશ્વકપ પહેલા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. જેનો પ્રારંભ બુધવારથી થઈ રહ્યો છે. વિશ્વકપ પહેલા ભારતીય ટીમ પાસે પોતાની પ્લેઇંગ 11 અને રણનીતિ તૈયાર કરવા માટે આ છેલ્લી સિરીઝ છે.
Trending Photos
તિરૂવનંતપુરમઃ ટીમ ઈન્ડિયાએ હાલમાં પોતાના ઘરમાં ઓસ્ટ્રેલિયાને ટી20 સિરીઝમાં 2-1થી પરાજય આપ્યો હતો. હવે ભારતીય ટીમ ઘર આંગણે આફ્રિકા સામે સિરીઝ માટે તૈયાર છે. આ ત્રણ મેચોની ટી20 સિરીઝ 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેની પ્રથમ મેચ તિરૂવનંતપુરમમાં રમાશે. ટી20 વિશ્વકપ પહેલા આ ભારતની અંતિમ ટી20 શ્રેણી છે.
ભારત અને આફ્રિકા વચ્ચે સૌથી પહેલા ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે વનડે સિરીઝ શરૂ થશે. ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યા બાદ હવે ભારતીય ટીમની નજર આફ્રિકા સામે શ્રેણી જીતવા પર છે.
જો ભારતીય ટીમ આફ્રિકાને પણ પરાજય આપે છે તો વિશ્વકપ પહેલા તેનો આત્મવિશ્વાસ વધશે. મતલબ ભારતીય ટીમ ઘરમાં પ્રથમવાર આફ્રિકાને કોઈ દ્વિપક્ષીય ટી20 સિરીઝ જીતીને ઈતિહાસ રચી દેશે. અત્યાર સુધી આફ્રિકી ટીમે ભારતીય જમીન પર કોઈ દ્વિપક્ષીય ટી20 સિરીઝ ગુમાવી નથી.
આફ્રિકા વિરુદ્ધ સિરીઝનો રેકોર્ડ
ભારતીય ટીમ પોતાના ઘરમાં આફ્રિકા વિરુદ્ધ ત્રણ દ્વિપક્ષીય ટી20 સિરીઝ રમી ચુકી છે. તેમાંથી સૌથી પહેલી સિરીઝ 2015માં રમાઈ, જેમાં ભારતીય ટીમને હાર મળી. ત્યારબાદ હે સિરીઝ રમાઈ હતી, જે બરોબરી પર પૂરી થઈ હતી. આવો જાણીએ બંને ટીમોને હેડ-ટુ-હેડ..
ઓક્ટોબર 2015, આફ્રિકાએ ભારતીય ટીમને 2-0થી હરાવી
સપ્ટેમ્બર 2019, બે ટી20 મેચોની સિરીઝ 1-1થી બરોબરી પર
જૂન 2022, પાંચ મેચોની ટી20 સિરીઝ 2-2થી બરોબરી પર રહી.
ભારત-આફ્રિકા વચ્ચે કુલ ટી20 સિરીઝનો રેકોર્ડ
જો ઓવરઓલ દ્વિપક્ષીય સિરીઝની વાત કરીએ તો અત્યાર સુધી ભારત અને આફ્રિકા વચ્ચે કુલ 7 સિરીઝ રમઈ છે. તેમાંથી ભારતીય ટીમે ત્રણ વખત તો આફ્રિકાએ બે વખત સિરીઝ જીતી છે. જ્યારે બે સિરીઝ ડ્રો રહી છે.
કુલ સિરીઝ- 7
ભારત જીત્યું- 3
આફ્રિકા જીત્યું- 2
ડ્રો રહી- 2
ભારત-આફ્રિકા સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટી20- 28 સપ્ટેમ્બર, તિરૂવનંતપુરમ, 7.30 કલાકે
બીજી ટી20-2 ઓક્ટોબર, ગુવાહાટી, 7.30 કલાકે
ત્રીજી ટી20- 4 ઓક્ટોબર, ઈન્દોર, 7.30 કલાકે
વનડે સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ વનડે- 6 ઓક્ટોબર, લખનઉ, બપોરે 1.30 કલાકે
બીજી વનડે- 9 ઓક્ટોબર, રાંચી, 1.30 કલાકે
ત્રીજી વનડે- 11 ઓક્ટોબર, દિલ્હી 1.30 કલાકે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે