ભારત વિરુદ્ધ ટી20 સિરીઝમાં ડુ પ્લેસિસ બહાર, ડી કોકને કમાન
સાઉથ આફ્રિકાએ ભારતના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ફાફ ડુ પ્લેસિસને ટી20 સિરીઝમાં તક આપવામાં આવી નથી. તેના સ્થાને ડી કોકને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Trending Photos
જોહનિસબર્ગઃ ભારત વિરુદ્ધ આગામી ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોકને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ફાફ ડુ પ્લેસિસ ટી20 ટીમમાં સામેલ નથી, પરંતુ ત્યારબાદ રમાનારી ટેસ્ટ સિરીઝ માટે તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રાસી વેન ડર ડુસાનને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમનો અને તેંબા બાવુમાને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ કહ્યું કે એડન માર્કરમ, થ્યુનિસ ડી બ્રૂન અને લુંગી એનગિડીના નામો પર ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝને લઈને ચર્ચા થઈ નથી જેથી તે ટેસ્ટ સિરીઝ માટે સારી તૈયારી કરી શકે. આ બન્ને દક્ષિણ આફ્રિકા એ તરફથી ભારત એ વિરુદ્ધ ચાર દિવસીય મેચમાં રમશે.
પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય 15 સપ્ટેમ્બરથી ધર્મશાળામાં રમાશે. ત્યારબાદ 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે.
સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમ
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), તેમ્બા બાવુમા, થેઉનિસ ડે બ્રૂયન, ક્વિન્ટન ડી કોક, ડીન એલ્ગર, જુબાયર હમજા, કેશન મહારાજ, એડન માર્કરામ, સેનુરન મુથુસ્વામી, લુંગી એનગિડી, એનરિત નોર્ત્જે, વર્નેન ફિલાન્ડર, જેન પીડટ, કાગિસો રબાડા, રૂડી સેકન્ડ.
દક્ષિણ આફ્રિકાની ટી20 આંતરરાષ્ટ્રીય ટીમ
ડી કોક (કેપ્ટન), રાસી વેન ડર ડુસાન (વાઇસ કેપ્ટન), તેંબા બાવુમા, જૂનિયર ડાલા, જોન ફોર્ચ્યુન, બૂરન હેંડરિક્સ, ડેવિડ મિલર, એનરિચ નોર્ત્જે, એન્ડિલે ફેબલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, તબરેજ શમ્સી, જોન-જોન સ્મટ્સ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે