IND vs NZ: રોહિત શર્મા બોલ્યો- વિચાર્યું ન હતું આ રીતે ધબકડો થશે, બેટિંગને ગણાવી ખરાબ
રોહિતે પોતાના 200મા વનડે મેચમાં મળેલી હાર બાદ કહ્યું, લાંબા સમયથી બેટથી અમારૂ સૌથી ખરાબ પ્રદર્શન. આ વસ્તુની આશા નહતી.
Trending Photos
હેમિલ્ટનઃ કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચોથી વનડેમાં આઠ વિકેટથી મળેલા પરાજયને લાંબા સમયમાં સૌથી ખરાબ બેટિંગ પ્રદર્શન ગણાવ્યું છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતના મજબૂત બેટિંગ ક્રમને ટ્રેન્ટ બોલ્ટ (21 રનમાં પાંચ વિકેટ)ની તોફાની બેટિંગની સાથે 30.5 ઓવરોમાં 92 રને સમેટી દીધું હતું. કોહલીને સિરીઝના પ્રથમ ત્રણ મેચ બાદ આરામ આપવામાં આવ્યો છે.
રોહિતે પોતાના 200મા વનડે મેચમાં મળેલી હાર બાદ કહ્યું, લાંબા સમયથી બેટથી અમારૂ સૌથી ખરાબ પ્રદર્શન. આ વસ્તુની આશા નહતી. તમારે ન્યૂઝીલેન્ડના બોલરોને શ્રેય આપવો જોઈએ. આ તેનું શાનદાર પ્રદર્શન છે. આ હેમિલ્ટનના સડોન પાર્કમાં કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ભારત આ મેદાન પર 122 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
રોહિતે સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે ન્યૂઝીલેન્ડના બોલરોને શ્રેય આપ્યો અને કહ્યું કે, ભારતીય બેટ્સમેનો સેડોન પાર્કની સારે વિકેટ પર સારી રીતે બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યું. અમારી માટે આ શીખવા સમાન ચે. ક્યારેક તમારે દબાવનો સામનો કરવાની જરૂર હોય છે.
રોહિતે કહ્યું કે, ગુરૂવારે ભારતના ખરાબ પ્રદર્શનનું કારણ ખરાબ શોટની પસંદગી છે. તેણે કહ્યું, એકવાર ક્રીઝ પર ટક્યા બાદ વસ્તુ આસાન લાગવા લાગે છે. અમે કેટલાક ખરાબ શોટ રમ્યા. બોલ જ્યારે સ્વિંગ કરતો હોય તો આ હંમેશા પડકારસમાન હોય છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ભારતને 100થી ઓછા રન પર રોકવા માટે પોતાના બોલરોની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, અમને ખ્યાલ ન હતો કે આ વિકેટ આવી રીતે વર્તન કરશે. તેને 90 રનની આસપાસ રોકવાનું સારૂ છે. બોલ ઝડપથી આવી રહ્યો હતો અને સ્પિન પણ થઈ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે