વિશ્વના 79 ક્રિકેટરો પર ભારે છે રોહિત શર્માના 200 વનડે, જાણો કેમ

રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચોથી વનડે મેચમાં ટોસ માટે ઉતરતા જ વનડે કરિયરના 200 મેચ પૂરા કરી લીધા છે. 
 

વિશ્વના 79 ક્રિકેટરો પર ભારે છે રોહિત શર્માના 200 વનડે, જાણો કેમ

નવી દિલ્હીઃ બેવડી સદી ફટકારવામાં માહિર 31 વર્ષના હિટમેન રોહિત શર્માએ ગુરૂવારે હેમિલ્ટનના સેડોન પાર્કમાં પોતાના કરિયરની વધુ એક બેવડી સદી પૂરી કરી હતી. મહત્વનું છે કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી શ્રેણીના ચોથા મેચમાં ટોસ માટે ઉતરતા જ વડે કરિયરમાં પોતાના 200 મેચ પૂરા કરી લીધા. વિરાટની ગેરહાજરીમાં ટીમની કમાન તેની પાસે છે. 

આ સાથે રોહિત 200 વનડે રમનાર વિશ્વનો 80મો ક્રિકેટર બની ગયો છે. આ પહેલા વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત વિશ્વના 79 ક્રિકેટર 200 કે તેથી  વધુ મેચ રમવાની સિદ્ધિ મેળવી ચુક્યા છે, પરંતુ રોહિતની વાત અલગ છે. મેચોની ડબલ સેન્ચુરીમાં એકલો બીજા પર ભારે છે. 

રોહિત શર્માને 23 જાન્યુઆરી 2013ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ મોહાલીમાં પ્રયોગના ભાગ રૂપે ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં ઉતારવામાં આવ્યો હતો, ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે નવી ભૂમિકામાં મુંબઈનો આ બેટ્સમેન ન માત્ર સફળ રહેશે, પરંતુ લાંબી ઈનિંગ રમીને રેકોર્ડનો ઈમારત ઉભી કરી દેશે. 

વનડેમાં રોહિત શર્મા સિવાય પાંચ અન્ય બેટ્સમેન (સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, ક્રિસ ગેલ, માર્ટિન ગુપ્ટિલ, ફખર જમાન) બેવડી સદી ફટકારી ચુક્યા છે, પરંતુ રોહિતે 3 બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. 

રોહિત શર્માએ પોતાના વનડે કરિયરમાં સૌથી વધુ ત્રણ બેવડી સદી ફટકારી છે. 

-209 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 

- 264 શ્રીલંકા વિરુદ્ધ

-208 શ્રીલંકા વિરુદ્ધ 

રોહિત શર્માએ 2007માં વનડે આંતરરાષ્ટ્રીયમાં પર્દાપણ કર્યું. 2012 સુધી તેની બેટિંગ એવરેજ સાધારણ રહી, પરંતુ 2013થી અત્યાર સુધી તેણે ગજબની બેટિંગ કરી અને આ દરમિયાન 20 સદી ફટકારી છે. 

રોહિતના વનડે કરિયરના બે ભાગ
2012 સુધી

-86 વનડે

-1978 રન

-30.43 એવરેજ

-77.93 સ્ટ્રાઇક રેટ

- 2 સદી

2013થી અત્યાર સુધી

-113 વનડે

-5821 રન

- 60.01 એવરેજ

- 92.94 સ્ટ્રાઇક રેટ

- 20 સદી

રોહિત શર્મા 2013થી અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે સતત 7 વખત વર્ષનો ટોપ સ્કોરર રહ્યો-
વનડેમાં ભારત માટે વર્ષના ટોપ સ્કોરર

2019* -રોહિત શર્મા: 133 રન (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ )

2018- રોહિત શર્મા: 162 રન (વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ)

2017- રોહિત શર્મા: 208* રન (શ્રીલંકા વિરુદ્ધ)

2016- રોહિત શર્મા: 171* રન (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ)

2015- રોહિત શર્મા: 150 રન (સાઉથ આફ્રિકા વિરુદ્ધ)

2014- રોહિત શર્મા: 264 રન (શ્રીલંકા વિરુદ્ધ)

2013- રોહિત શર્મા: 209 રન (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ)

2012- વિરાટ કોહલી: 183 રન (પાકિસ્તાન વિરુદ્ધ)

કેપ્ટનના રૂપમાં તેની પાસે લાંબો અનુભવ નથી, પરંતુ ધમાકેદાર છે. તેણે 8 મેચોમાં 106.2ની એવરેજથી 534 રન બનાવ્યા છે, જેમાં બે સદી સામેલ છે. તેની આગેવાનીમાં ભારતે 7 મેચ જીતી અને એક ગુમાવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news