IND VS ENG: હેલિકોપ્ટરથી ચેન્નઈ ટેસ્ટનો નજારો થઈ રોમાંચિત થયા PM Modi, ટ્વિટર પર શેર કર્યો ફોટો
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ચેન્નઈમાં રમાઈ રહેલા બીજા મુકાબલાની એક તસવીર શેર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. મેચના બીજા દિવસે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને બોલરોની વાત કરીએ તો અશ્વિનની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ફેલ રહ્યાં હતા. ભારતના પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) પણ આ મુકાબલાને રસપ્રદ ગણાવ્યો છે.
પીએમ મોદીએ દૂરથી જોઈ મેચ
પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) એ ચેન્નઈમાં રમાઈ રહેલા બીજા મુકાબલાના એક તસવીર ટ્વિટર પર શેર કરી છે. હકીકતમાં પીએમ મોદી ચેન્નઈમાં હવાઈ યાત્રા કરી રહ્યાં હતા. ત્યારે ચેપકના મેદાનનો નજારો તેમની સામે આવી ગયો. તેમણે આ નજારાની એક તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.
Caught a fleeting view of an interesting test match in Chennai. 🏏 🇮🇳 🏴 pic.twitter.com/3fqWCgywhk
— Narendra Modi (@narendramodi) February 14, 2021
પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ ફ્લોપ
બીજા દિવસે ટીમ ઈન્ડિયા 329 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી. ટીમે 52 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેન ફોકસે ટીમને સંભાળી હતી. તેણે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 42* રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ 134 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે