IND vs ENG: ચેન્નઈ ટેસ્ટમાં ભારતે ફેંક્યા 27 નો-બોલ, 'તેના માટે પણ કોઈ વેક્સિન છે.? ટ્વિટર પર સવાલ

ચેન્નઈ ટેસ્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતને છેલ્લા દિવસે જીતવા 381 તો ઈંગ્લેન્ડને 9 વિકેટની જરૂર છે. 
 

IND vs ENG: ચેન્નઈ ટેસ્ટમાં ભારતે ફેંક્યા 27 નો-બોલ, 'તેના માટે પણ કોઈ વેક્સિન છે.? ટ્વિટર પર સવાલ

ચેન્નઈઃ ભારતીય બોલર ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. પ્રથમ ઈનિંગમાં તો મહેમાન ટીમની સામે ભારતીય બોલર સાધારણ નજર આવ્યા અને ઈંગ્લેન્ડે 578 રનનો મોટો સ્કોર બનાવ્યો, જેમાં કેપ્ટન જો રૂટે બેવડી સદી ફટકારી દીધી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 178 રન પર સમેટાઇ પરંતુ ભારતને જીત માટે 420 રનનો મોટો ટાર્ગેટ મળ્યો. 

ભારતીય બોલરોએ પ્રથમ ઈનિંગમાં તો 20 નો બોલ ફેંક્યા, તો 1 વાઇડ પણ રહ્યાં. બીજી ઈનિંગમાં પણ 7 નો બોલ ભારતીય બોલરોએ કર્યા હતા. અશ્વિને સૌથી વધુ નો બોલ ફેંક્યા હતા. 

— Harsha Bhogle (@bhogleharsha) February 8, 2021

— Harsha Bhogle (@bhogleharsha) February 8, 2021

— Venkat (@venki293) February 8, 2021

— Venkat (@venki293) February 8, 2021

— Harsha Bhogle (@bhogleharsha) February 8, 2021

તેના પર જાણીતા કોમેન્ટ્રેટર હર્ષા ભોગલેએ સવાલના અંદાજમાં ટ્વીટ કર્યું, 'નો બોલ માટે પણ કોઈ વેક્સિન છે શું?'

મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 578 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ભારત પ્રથમ બેટિંગમાં 337 રન બનાવી શક્યું. અશ્વિનની છ વિકેટની મદદથી ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 178 રને સમેટાઈ અને ભારતને ચોથા દિવસે જીત માટે 420 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અશ્વિને 17.3 ઓવરમાં 61 રન આપી 6 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news