પર્થ: ઓસ્ટ્રેલિયાએ ભારતને 146 રનથી હરાવીને બીજી ટેસ્ટ જીતી
પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે આજે ઓસ્ટ્રેલિયાએ ભારતને સજ્જડ હારનો સામનો કરાવ્યો.
Trending Photos
પર્થ: પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે આજે ઓસ્ટ્રેલિયાએ ભારતને સજ્જડ હારનો સામનો કરાવ્યો. મેજબાન ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈન્ડિયા 140 રનમાં ઓલઆઉટ થઈ જતા ઓસ્ટ્રેલિયા 146 રને મેચ જીતી ગયું.
પર્થ ટેસ્ટ પાંચમો દિવસ લાઈવ અપડેટ્સ...
ઉપરા ઉપરી વિકેટો પડી
મેચ હવે સંપૂર્ણ પણે ઓસ્ટ્રેલિયાના હાથમાં જતી રહી છે. હનુમા વિહારી બાદ ઋષભ પંત પણ કશું ખાસ કરી શક્યો નહીં અને નાથન લોયનની બોલિંગમાં 30 રનના વ્યક્તિગત સ્કોર પર કેચ આઉટ થઈ ગયો. ત્યારબાદ ઉમેશ યાદવ પણ 2 રન કરીને પેવેલિયન ભેગો થયો. ત્યારબાદ ઈશાંત શર્મા પણ વધુ ટકી શક્યો નહીં અને કમિન્સની બોલિંગમાં આઉટ થઈ ગયો. શર્મા બાદ જસપ્રીત બુમરાહ પણ માત્ર 3 બોલ રમીને આઉટ થઈ જતાં ભારતનો બીજો દાવ 140 રનમાં સમેટાઈ ગયો. ભારતીય ટીમ 55.6 ઓવરમાં 140 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ.
ભારતને છઠ્ઠો આંચકો, હનુમા વિહારી આઉટ
હનુમા વિહારી 47મી ઓવરના છેલ્લા બોલે આઉટ થયો. તેને મિચેલ સ્ટાર્કના બોલ પર માર્ક્સ હેરિસે કેચ કર્યો. ભારતના બીજા દિવમાં 45.6 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 119 રન થયાં. હનુમા વિહારીએ 75 બોલમાં 28 રન કર્યાં હતાં.
પાંચમા દિવસની પહેલી ઓવર લોયને નાખી
બીજી ટેસ્ટના છેલ્લા અને પાંચમા દિવસે નાથન લોયલે બોલિંગની શરૂઆત કરી. હનુમા વિહારીએ તેની ઓવરના બીજા બોલમાં એક રન લીધો હતો. ત્યારબાદ ઋષભ પંતે બાકીના ચાર બોલ ડિફેન્સિવ રીતે રમીને કાઢ્યાં.
પહેલા ચાર દિવસની રમત, મેચમાં ઓસ્ટ્રેલિયાની મજબુત પક્કડ
ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 6 વિકેટના નુકસાન પર 277 રન બનાવ્યાં. બીજા દિવસે તેમનો કુલ સ્કોર 326 રન થયો. ત્યારબાદ ભારતે રમતના અંત સુધીમાં 3 વિકેટના નુકસાન પર 172 રન કર્યાં. ત્રીજા દિવસે ભારતીય ટીમ 283 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આમ ઓસ્ટ્રેલિયાને 43 રનની મહત્વની લીડ મળી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાન પર 132 રન બનાવીને કુલ 175 રનની લીડ મેળવી. ચોથા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયાનો દાવ 243 રને સમેટાયો અને ભારતને 287 રનનો લક્ષ્યાંક મળ્યો. ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે 5 વિકેટ ગુમાવીને 112 રન કર્યાં હતાં. આમ હવે મેચ પર ઓસ્ટ્રેલિયાની મજબુત પક્કડ જોવા મળી રહી છે. પહેલી મેચ ભારત જીત્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે